Samachar Business

News of Wednesday, 13th September, 2017

લસણમાં ખરીદીના અભાવે દબાતા ભાવ બજારની વધઘટ વેચવાલી પર નિર્ભર!

લસણમાં ખરીદીના અભાવે દબાતા ભાવ બજારની વધઘટ વેચવાલી પર નિર્ભર!

   રાજકોટ, તા.૧૩ : સૌરાષ્ટ્રમાં લસણની આવકમાં ધીમીગતિએ વધારો થઇ રહ્યો છે. બીજીતરફ લેવાલીના ભાવે ભાવમાં દબાણ જોવાઈ રહ્યું છે. જોકે ભાવમાં કોઈ જ મોટો ફેરફાર થયો નથી નજીવી વધઘટે ભાવ અથડાયા કરે છે. બજારમાં લાડવા કવોલિટીના ઊંચામાં ૫૫૦ થી ૬૦૦ના ભાવ જોવાયા હતા અને મુંડામા ૩૦૦થી ૪૦૦ વચ્‍ચે ભાવ બોલતાં હતા.

   જાણકારોના માનવા મુજબ આગામી દિવસોમાં બજારમાં જો વેચવાલી સારી રહશે તો ભાવમાં ઘટાડો થવાની શકયતા છે. ભાવમાં સુધારો વેચવાલી પર નિર્ભર રહેશે. બીજીતરફ રાજસ્‍થાન અને મધ્‍યપર્દેશમાં પણ લસણની આવક સારી થઇ રહી છે. નજીકના ભવિષ્‍યમાં ભાવ સાંકડી વધઘટે અથડાયા કરશે. ખેડૂતો પાસેના લસણનો સ્‍ટોકના પ્રમાણમાં વેચાવલી વધાવની પણ ધારણા છે. લસણની આવક અને લેવાલીના આધારે ભાવની વધઘટ નિર્ભર રહેશે.

 (09:34 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS