Samachar Business

News of Wednesday, 13th September, 2017

મલેશિયાની પામતેલની નિકાસમાં વધારો ભારતની આયાતમાં ઘટાડો

મલેશિયાની પામતેલની નિકાસમાં વધારો ભારતની આયાતમાં ઘટાડો

   રાજકોટ, તા.૧૩ : મલેશિયાના પામ ઓઈલ બોર્ડના આંકડા મુજબ  ઓગસ્‍ટમાં નિકાસમાં ૬.૪૩ ટકાનો વધારો થયો છે. જયારે ઉત્‍પાદનમાં ૦.૯૦ ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્‍ટના અંતે સ્‍ટોક ૮.૭૯ ટકા વધ્‍યો છે. મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં આશરે ૯.૩૦ ટકા વધી ૩૯૬૬૭૨ ટન થઈ છે. જે ઓગસ્‍ટમાં આ ગાળામાં ૩૬૩૦૦૭ ટન થઈ હતી. મલેશિયાથી ભારત તરફ નિકાસ આ ગાળામાં ૬૫૯૯૦ ટનથી જોકે ઘટી ૫૬૫૦૦ ટનની થઈ હોવાનું જણાવ્‍યું હતું.

    

 (09:33 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS