Samachar Business

News of Wednesday, 13th September, 2017

ભાવ ઘટતા ડુંગળીના આયાતકારો અકળાયાઃનુક્‍શાનની ભીતિ

ભાવ ઘટતા ડુંગળીના આયાતકારો અકળાયાઃનુક્‍શાનની ભીતિ

   ઊંચા ભાવથી ૧૨ હજાર ટન આયાતના સોદા : મોટાભાગનો માલ આવવાના ટાંકણે જ બજાર આયાતી ભાવથી પણ નીચે ગગડ્‍યું

   રાજકોટ, તા.૧૩ : ગયા મહિને ડુંગળીના ભાવમાં નીચા મથાળેથી વધારો થતા આયાતકારોએ મોટીમાત્રામાં આયાતી સોદા કર્યા હતા. પરંતુ આયાતી ડુંગળીનો માલ દેશમાં આવવાના ટાંકણે ભાવમાં ગાબડાં પડતા આયાતકારો અકળાયા છે અને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

   ડુંગળીના વધતા ભાવને પગલે કેન્‍દ્ર સરકાર દ્વારા લદ્યુતમ નિકાસ ભાવ લાદવામાં આવે તેવી શકયતાને પગલે નફારૂપી વેચવાલી વધી હતી. અને ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો હતો. નરમાઇ જોવા મળે છે. જાણકારોની ડુંગળીના ભાવ નીચા રહે તેવી ધારણા હતી. કારણ કે સ્‍ટોકિસ્‍ટો બજારમાં માલ ઠાલવી રહ્યાં હતા.

   જાણકારોના માનવા મુજબ ગયા મહિને ડુંગળીના ઊંચા ભાવને વધુ વેગ મળશે તેવી ધારણાએ આયાતકારોએ અંદાજે ૧૨ હજાર ટનના સોદા કર્યા હતા. જેમાંનો મોટાભાગનો માલ આવી રહ્યો છે. ત્‍યારે ડુંગળીના સ્‍થાનિક બજારમાં આયાતી ભાવ કરતા પણ નીચે સરક્‍યા છે.

   ઓગસ્‍ટના બીજા સપ્‍તાહમાં ભાવ વધીને ૨૬૦૦ની સપાટીએ આંબ્‍યા હતા. ટ્રેડરોએ ઇજિપ્‍તથી આયાતના સોદા કર્યા હતા. પરંતુ આયાતી ડુંગળી ભારત આવે તે પહેલા ભાવ ઘટી ગયા છે. જાણકારોના કહેવા મુજબ ઇજિપ્‍તની ડુંગળી મુંબઈ પહોંચમાં પડતર ૨૨ઉની છે. જયારે હાલમાં સ્‍થાનિક બજારમાં ભાવ ઘટીને ૧૫૦૦ આસપાસ છે. આયાતી ડુંગળીમાં ૪ હજાર ટન આવી ગઈ છે. જયારે ૬ હજાર ટન સપ્‍તાહમાં આવી પહોંચશે.

   બીજીતરફ ખરીફ સીઝનની ડુંગળી આવતા મહિને બજારમાં આવે તેવી ધારણા છે અને મોડા વાવેતરને કારણે ચાલુ વર્ષે મોડું થયું છે. જોકે વરસાદી માહોલને કારણે જુલાઈમાં કામગીરીને અસર પહોંચી હતી. જેને કારણે નવી સીઝન મોડી છે.

    

 (09:33 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS