Samachar Saurashtra

News of Sunday, 13th August, 2017

દ્વારકા જિલ્લામાંથી ફરાર થયેલા પાંચ ઇસમો ઝડપાયા

   ખંભાળીયા : મીઠાપુર પોલીસમા દારૂના ગુનામાં ફરાર અને રાજકોટમાં રહેતો ઇરફાન ઉર્ફે ગની કાસમ ખલીફા પેરોલ પર છુટા બાદ ફરાર બની ગયો હતો તેને પોલીસે ઝડપી લીધો હતો. તેમજ પાટણના રાધનપુરના દારૂના ગુનામાં ભાટીયા અને ફરાર બનેલા વિનોદ ઉર્ફે માલદે રાજસી લગારીયા અને દ્વારકાના ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઠાકરસી નથવાણીને ઝડપી લીધા હતા. તદ્દઉપરાંત ભાણવડના શીવા ગામના જેતસી ઉર્ફે સાકો લખમણ કનારા અને ખંભાળીયામાં ઝૂંપડપટ્ટીમાં રેહતા અને મુળ લાઠીના નુરમામદ ફકીર માજા રફાઇને ઝડપી લીધા હતા.

 (12:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS