Samachar Saurashtra

News of Sunday, 13th August, 2017

આરબલુસમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપ્યું : ૩૧ બાટલા જપ્ત કરાયા

   જામનગર : જામનગર જિલ્લાના આરબલુસ ગામ લેબર કોલોની-૮માં એલ.સી.બી. પોલીસે ગેસના રીફીલીંગનું કૌભાંડ પકડી પાડી રિલાયન્સ સહિત જુદી જુદી કંપનીના ગેસના ૩૧ બાટલા કબજે કર્યો છે. લાલપુર તાલુકાના આરબલુસ ગામે લેબર કોલોની ગેઇટ નં. ૮ સામે આવેલ રૂમમાં ગેસના એક બાટલામાંથી બીજા બાટલામાં રીફીલીંગ થતું હોવાની બાતમીના આધારે એલ.સી.બી.ના પી.એસ.આઇ. એ.એસ.કડછા, વી.એમ. લંગારિયા તથા તેમના સ્ટાફે દરોડો પાડયો હતો.

   જે દરમિયાન અરૂણસીંગ સીતારામસીંગના કબજામાંથી રિલાયન્સ કંપનીના ગેસના ભરેલા ૧૩ બોટલા, ખાલી ૭ બાટલા તથા અન્ય કંપનીના નાના ગેસના ૧૧ બાટલા ગેસ રીફીલીંગ માટેની નિપલ રેગ્યુલેરટ પાના પક્કડ મળી આવ્યા તા.

 (12:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS