Samachar Saurashtra

News of Sunday, 13th August, 2017

ખાંભાના ધતારવાડીનદીના પટમાં સિંહ અને દિપડાનું યુદ્ધ : નદીના પટ્ટમાંથી દિપડાનો મૃતદેહ મળ્યો

   ખાંભા : ખાંભાના ધતારવાડી નદીના પટ માંથી  વન વિભાગને એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાનો મૃતદેહ પડયો હોવાની વનવિભાગને કોઇએ જાણકારી આપી હતી. આ વનવિભાગે દીપડાના મૃતદેહનો કબ્જે લીધો હતો.

   પ્રાપ્ત વિગત મુજબ ખાંભાની ધતારવાડી નદીમાં એક ૬ વર્ષના દીપડાનો મતૃદેહ પડયો હોવાની કોઇએ વનવિભાગને જાણ કરી હતી વનવિભાગની ટિમે ત્યાં પહોંચી જઇ ઘટના સ્થળે ડોકટરને પણ બોલાવી લીધા હતા. ત્યાં દીપડાના મૃતદેહને તપાસવામાં આવતા પ્રાથીમક તપાસમાં જાણવા  મળ્યું હતું કે ઇનફાઇટમાં દીપડાનું મોત નીપજયું છે. દીપડાના ગાળાના ભાગે તે જ પીઠ ના ભાગે અને પગમાં ઇજા જોવા મળતા વન વિભાગે ના સ્ટાફ દ્વારા દીપડાના મૃતદેહ લઇજ વામાં આવ્યો હતો.

 (12:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS