Samachar Rajkot

News of Sunday, 13th August, 2017

તહેવાર ટાણે લૂંટારા-ચિલઝડપકારો બેફામઃ મહિલા કોલેજ અન્ડર બ્રિજ નીચે યુ.પી.ના યુવાનોને મારી મોબાઇલ-રોકડ લૂંટી લેવાયા

વિરાણી ચોકમાં ભરત વાઘેલાના હાથમાંથી મોબાઇલની ઝોંટ

   રાજકોટઃ તહેવારના દિવસોમાં લૂંટારા અને ચિલઝડપકારો બેફામ બન્યા છે. રાત્રીના સાડા બારેક વાગ્યે મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં લૂંટનો બનાવ બન્યો છે. હાલ પટેલ ધર્મશાળામાં કનક રોડ કાવેરી હોટેલ સામે રહેતાં મુળ યુ.પી.ના પયાંગપુરના પકડીકલા ગામના રાજેન્દ્ર રામલભાઇ રાવ (ઉ.૨૨) તથા તેના મિત્ર કામ પરથી રાત્રે સાઇકલ પરે બેસી પોતાની રૂમ પર આવી રહ્યા હતાં ત્યારે અન્ડર બ્રિજમાં બાઇક પર આવેલા ૨૦ થી ૨૨ વર્ષના ત્રણ શખ્સોએ તેને આંતરી છરી બતાવી લાફો મારી જે હોય તે આપી દેવા કહી રાજેન્દ્ર પાસેથી રૂ. ૧૮ હજારનો ઓપ્પો ફોન, રૂ. ૧ હજાર રોકડા તથા તેની સાથેના મિત્ર પાસેથી રૂ. ૫૦૦નો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. તેણે ઝપાઝપી કરતાં જમણા  પગે છરીથી ઇજા કરાઇ હતી. માલવીયાનગરના પી.આઇ. એમ. બી. જાડેજા, વેલુભા, પરેશભાઇ અને ડી. સ્ટાફે તપાસ હાથ ધરી છે.

   બીજા બનાવમાં વિરાણી હાઇસ્કૂલ પાછળ સર્વોદય સોસાયટી-૪માં રહેતાં અને ડી.એચ. કોલેજમાં અભ્યાસ કરતાં લલીત  બળવંતભાઇ વાઘેલા (ઉ.૨૦) નામનો વણકર યુવાન શનિવારે રાત્રે સાડા નવેક વાગ્યે વિરાણી સ્કૂલ સામે ચાલીને જતો હતો ત્યારે તેના હાથમાંથી હોન્ડાસ્વાર શખ્સ રૂ. ૫ હજારનો મોબાઇલ ફોન ખેંચીને ભાગી ગયો હતો. એ-ડિવીઝન પોલીસે આ મામલે એક શકમંદને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે.

 (11:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS