Samachar Rajkot

News of Sunday, 13th August, 2017

રાજકોટ સિવિલમાં સ્વાઇન ફલૂએ વધુ ત્રણનો ભોગ લીધોઃ જુનાગઢના પુરૂષ, તથા એક મહિલાનું અને રાજકોટના મહિલાના મોતઃ આજે ૨૮ દર્દી સારવારમાં

   રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ બે દર્દીના મોત થયા છે. તે સાથે  કુલ મૃત્યુ આંક ૬૧ થયો છે. રાજકોટના મહિલા, અન્ય એક મહિલા અને જુનાગઢના પુરૂષે સ્વાઇન ફલૂ વોર્ડમાં દમ તોડી દીધો છે. આજે વોર્ડમાં ૨૮ દર્દી છે. આ તમામના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલા છે.

   જાણવા મળ્યા મુજબ ગઇકાલે રાત્રે જુનાગઢના એક પુરૂષ દર્દીનું મોત નિપજ્યું હતું. ઉપરાંત ખાનગી હોસ્પિટલમાંથી રિફર થઇને આવેલા એક મહિલાનું પણ રાત્રે મોત નિપજ્યું હતું. જેનો રિપોર્ટ પોઝિટીવ હતો. જ્યારે આજે સવારે રાજકોટના એક મહિલાનું મોત થયું છે તેનો રિપોર્ટ પણ પોઝિટીવ હતો. સ્વાઇન ફલૂ વોર્ડમાં આજે ૨૮ દર્દી સારવાર હેઠળ છે. આ તમામના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલા છે.

 (11:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS