Samachar Rajkot

News of Sunday, 13th August, 2017

રાજકોટમાં વધુ એક ચોટી કપાઇઃ મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં સુથાર યુવતિ સાથે ઘટના

રાત્રે સાડા ત્રણે લઘુશંકાએ નીકળી, સવારે સાડા ચારે ફળીયામાંથી બેભાન મળીઃ પોલીસને જાણ કરાઇ

રાજકોટમાં વધુ એક ચોટી કપાઇઃ મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં સુથાર યુવતિ સાથે ઘટના

   રાજકોટઃ દેશભરમાં મહિલાઓ, યુવતિઓની ચોટલી રાત્રીના સમયે લાલ કપડાવાળી સ્ત્રી કાપી જતી હોવાના બનાવોમાં મોટા ભાગના બનાવો મનઘડત હોવાનું ખુલી ચુકયું છે. રાજકોટમાં પણ બે ઘટનામાં ઘરના જ સભ્યો ચોટી કાંડ પાછળ જવાબદાર હોવાનું વિજ્ઞાન જાથાની તપાસમાં બહાર આવી ચુકયું હતું. ત્યાં આજે વધુ એક ઘટના મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટી-૪માં બની છે. પૂનમ ઉર્ફ ડોલી ગીરધરભાઇ સરધારા (ઉ.૧૮) નામની મિસ્ત્રી યુવતિ રાત્રે સાડા ત્રણેક વાગ્યે લઘુશંકા કરવા ઉઠ્યા બાદ સવારે સાડા ચારે પિતા ગીરધરભાઇને દિકરી ઘરમાં જોવા ન મળતાં તપાસ કરતાં ફળીયામાં બેભાન મળી હતી. તેની ચોટલી કપાયેલી મળી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.

   યુવતિએ કહ્યું હતું કે પોતે રાત્રે લઘુશંકા કરવા માટે બહાર નીકળી ત્યારે એક લાલ કપડાવાળી સ્ત્રી આવી હતી અને ગળાચીપ આપી ચોટલી કાપી ભાગી ગઇ હતી! જો કે યુવતિનું આ કથન કેટલું સાચું છે તે અંગે તરેહ-તરેહની ચર્ચા થઇ રહી છે. વાળ કોઇ બ્યુટીશીયન કાપે એ રીતે એકદમ સીધા કપાયા છે. યુવતિ ચાર બહેન અને અકે ભાઇમાં નાની છે. તે અને નાનો ભાઇ જૂડવા છે. આ પરિવારની બાજુમાં પરપ્રાંતિય પરિવાર રહે છે. ચોટલી કાંડની મવડી પ્લોટ શ્રીનાથજી વિસ્તારમાં ભારે ચર્ચા થઇ રહી છે. તસ્વીરોમાં જેની સાથે ઘટના બની તે યુવતિ, કપાયેલી ચોટલી અને ઘર પાસે એકઠા થયેલા લોકો જોઇ શકાય છે.

 (11:41 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS