NRI Samachar

News of Saturday, 12th August, 2017

અમેરિકામાં ૧૨ વર્ષ સુધી ગેરકાયદે વીઝાધારક રહ્યા પછી દેશનિકાલઃ ૨૦૦૫ની સાલમાં આવ્‍યા બાદ સ્‍થાનિક મહિલાને પરણેલાં તથા ૨ બાળકોના પિતા ઇન્‍ડિયન અમેરિકન બલજીતસિંઘ ઉપર તવાઇઃ ટ્રમ્‍પ શાસનની બલિહારી

અમેરિકામાં ૧૨ વર્ષ સુધી ગેરકાયદે વીઝાધારક રહ્યા પછી દેશનિકાલઃ ૨૦૦૫ની સાલમાં આવ્‍યા બાદ સ્‍થાનિક મહિલાને પરણેલાં તથા ૨ બાળકોના પિતા ઇન્‍ડિયન અમેરિકન બલજીતસિંઘ ઉપર તવાઇઃ ટ્રમ્‍પ શાસનની બલિહારી

         યુબા સીટીઃ ૧૨ વર્ષ સુધી ગેરકાયદે વીઝા ધારક તરીકે યુ.એસ.માં રહ્યા બાદ તાજેતરમાં ઇન્‍ડિયન અમેરિકન યુબા સીટી સ્‍થિત બલજીતસિંઘને ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ્‍સ એન્‍ફોર્સમેન્‍ટ દ્વારા દેશનિકાલનો ઓર્ડર કરાયો છે.

         ૨૦૦૫ની સાલમાં યુ.એસ. આવેલા આ ભારતીયએ સ્‍થાનિક મહિલા સાથે લગ્ન પણ કરી લીધેલા છે. તેમજ તેને ૨ બાળકો પણ છે.

         પરંતુ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ સત્તા સંભાળ્‍યા બાદ ગેરકાયદે વીઝાધારકો ઉપર બોલાવાઇ રહેલી ધોંસની ઝપટમાં આવી જતા તેને ફરજીયાત વતનમાં પાછુ ફરવું પડે તેવી નોબત આવી છે.

         બલજીતને પોતાની પત્‍ની તથા ૨ બાળકોની ચિંતા છે. પરંતુ ઓછામાં ઓછા એક દસકા સુધી પરત આવવા મળે તેવી શક્‍યતા જણાતી ન હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

          

 (09:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS