NRI Samachar

News of Saturday, 12th August, 2017

સિંગાપોર સ્‍થિત ભારતીય મૂળના રામાસ્‍વામી સુગુમારને ૬ માસ તથા ૪ સપ્તાહની જેલઃ પ્રતિબંધિત જગ્‍યામાં સ્‍મોકીંગ કરવાનો તથા તેને અટકાવનાર અધિકારી ઉપર હુમલો કરવાનો આરોપ પૂરવાર

સિંગાપોર સ્‍થિત ભારતીય મૂળના રામાસ્‍વામી સુગુમારને ૬ માસ તથા ૪ સપ્તાહની જેલઃ પ્રતિબંધિત જગ્‍યામાં સ્‍મોકીંગ કરવાનો તથા તેને અટકાવનાર અધિકારી ઉપર હુમલો કરવાનો આરોપ પૂરવાર

         

         

         સિંગાપોરઃ સિંગાપોર સ્‍થિત ભારતીય મૂળના ૫૯ વર્ષીય રામાસ્‍વામી સુગુમારને કોર્ટએ ૬ માસ અને ૪ સપ્તાહની જેલ સદા ફરમાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

         તેના ઉપર પ્રતિબંધિત જગ્‍યાએ સ્‍મોકીંગ કરવાનો તથા તે માટે તેને અટકાવનાર લો એન્‍ફોર્સમેન્‍ટ અધિકારી ઉપર હુમલો કરવાનો આરોપ હતો.

         ઉલ્લેખનીય છે કે આ રામાસ્‍વામી ઘાડ પાડવાના ગુનાસર ૧૧ વર્ષની જેલસજા ભોગવી હજુ ગયા વર્ષે જુન માસમાં મુક્‍ત થયો હતો ત્‍યાં ફરી પાછા જેલના સળીયા ગણવાની નોબત આવી છે.

          

 (09:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS