Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

મોરારીબાપુ બનાસકાંઠા પુર રાહત ફંડમાં ૧.રપ લાખ આપશેઃ લંડનમાં ચાલી રહેલ રામકથામાં જાહેરાતઃ કથા દરમિયાન પુર રાહત ફંડ માટે જેટલુ ફંડ એકત્રીત થશે તે તમામ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાહત ફંડ માટે અપાશે

મોરારીબાપુ બનાસકાંઠા પુર રાહત ફંડમાં ૧.રપ લાખ આપશેઃ લંડનમાં ચાલી રહેલ રામકથામાં જાહેરાતઃ કથા દરમિયાન પુર રાહત ફંડ માટે જેટલુ ફંડ એકત્રીત થશે તે તમામ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાહત ફંડ માટે અપાશે

   લંડન : અહીં ગઇકાલથી પ્રારંભ થયેલ રામકથામાં પ્રખર રામાયણી સંત પૂ. મોરારીબાપુએ ગુજરાતનાં બનાસકાંઠામાં આવેલ પુરથી કુદરતી આફતનાં અસરગ્રસ્‍તો માટે પોતાના ટ્રસ્‍ટમાંથી  રૂા. ૧.રપ લાખ આપવાની જાહેરાત કરેલ. ત્‍યારબાદ અન્‍ય બે દાતાઓએ પણ ૧૧-૧૧ લાખ પુર રાહત ફંડમાં અર્પણ કરેલ. નોંધનીય છે કે, કથા દરમિયાન બનાસકાંઠાનાં પુર પીડીતો માટે જે દાન એકત્રીત થશે. તે તમામ એકત્રીત કરી અને કથા વિરામ બાદ ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાહત ફંડ માટે અર્પણ કરાશે. આજે કથાનો બીજો દિવસ છે.

   કથામાં લેસ્‍ટર તેમજ લંડનનાં ગુજરાતી પરિવારો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી અને કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે.

 (12:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો