Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

પાકિસ્તાનના કવેટામાં બૉમ્બ બ્લાસ્ટમાં 17ના મોત : 20થી વધુ ઘાયલ

બસ સ્ટોપ નજીક પાર્કિંગમાં ભયંકર વિસ્ફોટ :કેટલાય વાહનનોનો ખુરદો

પાકિસ્તાનના કવેટામાં બૉમ્બ બ્લાસ્ટમાં 17ના મોત : 20થી વધુ ઘાયલ

      કરાચી: પાકિસ્તાનના ક્વેટા શહેરમાં બોમ્બ બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયા છે અને 20થી વધારે ઘાયલ થયા છે. વિસ્ફોટ પિશિન બસ સ્ટોપની નજીક પાર્કિંગમાં થયો જે ઊંચી સુરક્ષા વાળો વિસ્તાર છે.પાકિસ્તાની મીડિયા પ્રમાણે બોમ્બ વિસ્ફોટનો નિશાનો પાકિસ્તાની આર્મીના જવાન હતા.

        બલૂચિસ્તાનના ગૃહમંત્રી મીર સરફરાઝ બુગતીએ જણાવ્યું કે બોમ્બ બસ સ્ટોપની નજીક ઊભેલા એક વ્હીકલમાં રાખવામાં આવ્યો હતો.તપાસ ચાલુ છે પરંતુ એક મોટો બ્લાસ્ટ હતો અને આશરે બે ડઝન લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલોમાં લઇ જવામાં આવ્યા છે.

        12 મૃતકોના દેહને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને લાશો પૂરી રીતે બળી ગઇ છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો જેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો એનાથી આગ લાગી ગઇ જેનાથી કેટલાક વ્હીકલ અને ઓટો રિક્ષા ક્ષતિગ્રસ્ત થઇ ગયા.

       

 (12:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો