Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

કાશ્મીરના શોપિયામાં આતંકી વિરુદ્ધ સેનાની અથડામણ:2 જવાન શાહિદ : 3 જવાન ઘાયલ

સુરક્ષાદળોએ કર્યો આતંકીઓનો ઘેરાવો:બંને બાજુથી ફાયરિંગ ચાલુ:ઓપરેશનમાં સીઆરપીએફના 14 બટાલિયન, 3 આરઆર અને એસઓજી જેનપોરાની ટીમો જોડાઈ

      નવી દિલ્હી: કાશ્મીરમાં આતંકીઓની વિરુદ્ધ સેના ઓપરેશન ચાલુ છે. સુરક્ષાદળોએ શોપિયાં જિલ્લામાં આતંકીઓનો ઘેરાવો કરી લીધો છે બંને બાજુથી ફાયરિંગ ચાલુ છેમળેલી જાણકારી અનુસાર 2 જવાન આતંકીઓની સાથે મુઠભેડમાં શહીદ થયા જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ  કરાયા છે શોપિયાંના અવનીરા ગામમાં અથડામણ ચાલી રહી છે. સ્થાનિક સ્તર પર વિસ્તારને બગદાદના નામથી ઓળખવામાં આવે છે.

      જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે ભારતીય ચોકીઓ પર પાકિસ્તાની સૈનિકોએ શનિવારે સાંજે કોઇ પણ કારણ વગર ગોળી ચલાવવાથી ભારતીય સેનાનો એક જવાન શહીદ થઇ ગયો અને એક મહિલાનું મોત થયું હતું. રક્ષા વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકોને સાંજે પાંચ વાગ્યે ભારતીય ચોકીઓ પર અચાનક ગોળીબાલ ચાલુ કરી દીધી.

      બીજી બાજુ કુલગામમાં ચાલી રહેલા એનકાઉન્ટરમાં એક આર્મી જવાનના ગંભીર રૂપથી ઘાયલ થયો હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળ પર સ્થાનિક નાગરીકોને સેનાના જવાનો પર પથ્થરમારો કર્યો. સીઆરપીએફના 18 બટાલિયન, 90 બટાલિયન, 1 આરઆર, 9 આરઆર અને એસઓજી કુલગામએ મોર્ચો સંભાળી રાખ્યો છે. આતંકીઓ સાથે સુરક્ષાબળોની મુઠેભેડ ચાલુ છે.

      સ્થાનિક સૂત્રો અનુસાર શોપિયામાં હિઝ્બુલના 3 આતંકીઓનો ઘેરાવો કર્યો હોવાની વાત કહેવામાં આવી રહી છે.ઓપરેશનમાં સીઆરપીએફના 14 બટાલિયન, 3 આરઆર અને એસઓજી જેનપોરાની ટીમો લાગેલી છે.

       

 (12:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો