Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન :પહાડમાંથી ટુકડો ધસી પડતા ભીષણ દુર્ઘટના :નિગમની બસ ચપેટમાં આવી જતા એક કિલોમીટર નીચે ગબડી :અનેકના મોતની આશંકા : નેશનલ હાઇવે 21 બંધ

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન :પહાડમાંથી ટુકડો ધસી પડતા ભીષણ દુર્ઘટના :નિગમની બસ ચપેટમાં આવી જતા એક કિલોમીટર નીચે ગબડી :અનેકના મોતની આશંકા : નેશનલ હાઇવે 21 બંધ

      હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પધર ઉપમંડળની ગ્રામ પંચાયત ઉરલાના કોટરોપીમાં પહાડમાંથી ટુકડો ધસી પડતા ભીષણ દુર્ઘટના સર્જાઈ છે. ભૂસ્ખલનની ચપેટમાં આવીને નિગમની એક બસ એક કિલોમીટર નીચે પહોંચી ગઈ. બસમાં સવાર અનેક યાત્રીઓના મોતની આશંકા સેવાઈ રહી છે. હાલ પ્રશાસન તરફથી 6 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત છે. ભૂસ્ખલનના જોખમને કારણે મંડીથી ઓટ જતા નેશનલ હાઈવે 21 બંધ કરી દેવાતા ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.ભૂસ્ખલનમાં નિગમની એક બસ ચપેટમાં આવ્યાં ઉપરાંત અડધા ડઝનથી વધુ નાના વાહનો પણ દબાયા હોવાની આશંકા છે. પ્રશાસન ઘટનાસ્થળે તૈનાત છે. શનિવારે રાતે લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ દુર્ઘટના થઈ. મંડીમાં હાલ એલર્ટ જારી કરી દેવાઈ છે. સતત વરસાદના પગલે હનોગી મંદિર અને તેની આજુબાજુ ચટ્ટાનો પડી રહી છે

 (12:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો