Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

ગોરખપુર ઓક્સિજન કાંડ : વધુ મોતથી મૃતાંક ૭૨ પર પહોંચ્યો

યોગી આદિત્યનાથ અને જેપી નડ્ડા બીઆરડી હોસ્પિટલમાં પહોંચ્યા : છેલ્લા ૨૪ કલાકમાં જ વધુ આઠ બાળકોના મોત : સરકારની તરફથી કોઇ લાપરવાહી થઇ નથી : વાતચીત વેળા મુખ્યમંત્રી યોગી ભાવનાશીલ બન્યા

ગોરખપુર ઓક્સિજન કાંડ : વધુ મોતથી મૃતાંક ૭૨ પર પહોંચ્યો

      ગોરખપુર,તા. ૧૩ : ઓક્સિજન કાંડને લઇને દેશભરમાં ભારે ખળભળાટ મચેલો છે ત્યારે બીઆરડી હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના પરિણામ સ્વરુપે બાળકોના મોતના મામલામાં ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડા બીઆરડી હોસ્પિટલમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આજે પહોંચ્યા હતા. વધુ આઠ બાળકોના મોત સાથે મોતનો આંકડો ૭૨ સુધી પહોંચી ચુક્યો છે. મિડિયા અહેવાલ મુજબ આજે બિમારના તાવના લીધે વધુ એક ચાર વર્ષના બાળકનું મોત થયું હતું. આજે ટિકા ટિપ્પણી વચ્ચે યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, સરકાર તરફથી આ સમગ્ર મામલામાં કોઇપણ લાપરવાહી થઇ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, બાળકોના મોત ઓક્જિસનની કમીના કારણે થયા નથી. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાની સાથે હોસ્પિટલ પહોંચેલા યોગી મિડિયા સાથે વાતચીત કરતી વેળા ભાવનાશીલ બની ગયા હતા અને કહ્યું હતુ ંકે, આ તાવના કારણે મોટી સંખ્યામાં બાળકોના મોત થઇ રહ્યા છે. આ રોગની સામે તેઓ માર્ગથી લઇને સંસદ સુધી લડાઈ લડી ચુક્યા છે. બાળકોના મોતને લઇને તેમની પીડાને કોઇ સમજી શકે તેમ નથી. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, બાળકોના મોતના મામલામાં રાજનીતિ નહીં સંવેદનાની જરૂર છે. હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યા બાદ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, માસુમ બાળકોના મોતના મામલામાં તપાસ ચાલી રહી છે અને આમા સાચી વિગતો ખુલીને આવશે. યોગીએ કહ્યું હતું કે, ચીફ સેક્રેટરીના નેતૃત્વમાં એક કમિટિની રચના કરવામાં આવી ચુકી છે જે બીઆરડી હોસ્પિટલમાં મોતના કારણોમાં તપાસ કરશે. સરકારના વલણનો પુનરોચ્ચાર કરતા યોગીએ કહ્યું હતું કે, સરકારના સ્તરે કોઇ લાપરવાહી થઇ નથી. કોલેજના આચાર્યના ખાતામાં ૭મી ઓગસ્ટના દિવસે પૈસા આવી ગયા હતા. આવી સ્થિતિમાં આ બાબતની તપાસ કરવામાં આવશે કે આખરે આ પૈસા ઓક્સિજનનો પુરવઠો આપનાર કંપનીને કેમ આપવામાં આવ્યા ન હતા. આ મામલામાં જે કાર્યવાહી થશે તે એક માપદંડ સાબિત થશે. કોઇને પણ છોડવામાં આવશે નહીં. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, યુપીએ સરકારમાં જ્યારે આઝાદ કેન્દ્રીય આરોગ્યમંત્રી હતા ત્યારે ગોરખપુરને એમ કહીને મદદ કરી ન હતી કે, આ રાજ્ય સરકારનો મામલો છે. જેમની સંવેદનાઓ મરી ચુકી છે તેઓ હવે સંવેદનશીલ બની રહ્યા છે. યોગી આદિત્યનાથ સરકારની સાથે સાથે કેન્દ્રમાં મોદી સરકાર પણ ગોરખપુરમાં મોટી સંખ્યામાં બાળકોના મોતના કારણે હચમચી ઉઠી છે. વર્તમાન ઉત્તર પ્રદેશના મેડિકલ એજ્યુકેશન પ્રધાન આશુતોષ ટંડને કહ્યું છે કે, ગેસ સપ્લાય કરનાર ડીલરના કેટલાક સપ્લાય બાકી છે. પહેલી ઓગસ્ટના દિવસે આ સંદર્ભમાં પત્ર લખવામાં આવ્યા હતા. પાંચમી તારીખે નાણા પણ મોકલવામાં આવ્યા હતા. ૭મી તારીખના દિવસે પેમેન્ટ કોલેજના ખાતામાં આવ્યા બાદ પણ વિવાદ રહ્યો છે.

 (12:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો