Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

હવે કાશ્મીરના આંતકી અને ગદ્દારો સામે બાથ ભીડશે રોબોટસ-સેના : આ રોબોટસ માત્ર મુકાબલો જ નહીં કરે પરંતુ સેનાને સહાય પણ કરશે

   જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને પથ્થરબાજો સામે કામ ચલાવવા માટે ભારતીય સેનાએ નવો નૂસખો અપનાવ્યો છે જે મુજબ કાશ્મીર ખીણમાં આતંકીઓ સામે મુકાબલો કરવા પ૪૪ રોબોટ તૈનાત કરવામાં આવશે. રક્ષા મંત્રાલયે આ પ્રોજેકટને મંજુરી આપી દીધી છે. જાણકારી મુજબ રોબોટસ જમ્મુ-કાશ્મીરના સંવેદશીલ વિસ્તારમાં દારૂ ગોળાની ડિલિવરી કરવા માટે સક્ષમ હશે. ખીણમાં આતંકીઓની વધતી સંખ્યાને પગલે સેનાએ રક્ષા મંત્રાલય પાસે આ પ્રોજેકટની માંગ કરી હતી. આતંકીએ જમ્મુ-કાશ્મીરના જંગલોને પોતાના સ્થાન તરીકે ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં રોબોટસ માત્ર આતંકીઓનો મુકાબલો જ નહીં કરે પરંતુ સેનાનીસહાયતા પણ કરશે.

 (12:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો