Samachar Bollywood

News of Sunday, 13th August, 2017

પરિણિતી નવા ગીતને રેકોર્ડ કરાવવાને લઇને ખુબ ઉત્સુક

પરિણતી હાલ ગોલમાલ અગેઇનને લઇને વ્યસ્તઃ ગાયિકા તરીકે પણ કેરિયર બનાવવા માટે ભાવિ યોજના

પરિણિતી નવા ગીતને રેકોર્ડ કરાવવાને લઇને ખુબ ઉત્સુક

    મુંબઇઃ માના કે હમ યાર નહીં સાથે ગાયિકા તરીકે કેરિયર શરૂ કર્યા બાદ હવે ખુબસુરત અભિનેત્રી પરિણિતી ચોપડા હવે બીજુ ગીત રેકોર્ડ કરાવવા માટેની તૈયારીમાં છે. પરિણિતી ચોપડા હવે ખુબ આશાવાદી બનેલી છે. મળેલી માહિતી મુજબ પરિણીતી ચોપડા હાલમાં રોહિત શેટ્ટીની નવી ફિલ્મ ગોલમાલ અગેઇનના શુટિંગને લઇને વ્યસ્ત બનેલી છે. તે આગામી ફિલ્મમાં કોઇ ગીત ગાઇ રહી છે કે કેમ તે અંગે પુછવામાં આવતા પરિણિતીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તે ફિલ્મમાં કોઇ ગીત રજૂ કરી રહી નથી. રોહિત શેટ્ટીના માર્ગદર્શન મુજબ તે હાલમાં આગળ વધી રહી છે. તેનુ કહેવુ છે કે પ્રથમ ગીતને લોકપ્રિયતા મળ્યા બાદ તે હવે ફરી બીજા ગીતના રેકોર્ડિંગને લઇને ખુશ છે. ઇશ્કજાદે, શુદ્ધ દેશી રોમાન્સ અને દાવતે ઇશ્ક જેવી ફિલ્મો કરી ચુકેલી સ્ટાર અભિનેત્રી પરિણિતી ચોપડા હવે ગોલમાલ સિરિઝ બિગ લીગમાં સામેલ થઇ છે ગોલમાલ ફિલ્મ કોઇ વ્યક્તિએ નિહાળી ન હોય તેમ તે વિચારી શકે નહી. તેનુ કહેવુ છે કે રોહિત શેટ્ટીની ફિલ્મમાં અજય દેવગનની અભિનેત્રી બનવાની બાબત ખુબ મોટી વાત છે. તેનુ કહેવુ છે કે તે હજુ સુધી તેની વયના અભિનેતા સાથે ફિલ્મોમાં રહી છે. હવે મોટા સ્ટાર સાથે ફિલ્મ કરી રહી છે. પોતાના પર મોટી ફિલ્મમાં કામ કર્યા બાદ ગર્વ અનુભવ કરી રહી છે.

   સુપરસ્ટાર  અભિંનેતા અજય દેવગન બોલિવુડના મોટા સ્ટાર પૈકી એક તરીકે રહ્યો છે. તેના ચાહક વર્ગની સંખ્યા પણ ખુબ મોટી છે. અજય દેવગન મોટા ભાગે રોહિત શેટ્ટીની ફિલ્મમાં નજરે પડે છે. સિંઘમ અને સિંઘમ રિટર્ન જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ચુકી છે. આ ફિલ્મો પહેલાપણ તે રોહિત શટ્ટીની ફિલ્મના હિસ્સા તરીકે હમેંશા રહ્યો છે. પરિણિતી સાથે કામના સંબંધમાં અજય દેવગને હજુ સુધી કોઇ વાત કરી નથી.

 (12:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS