Samachar Bollywood

News of Sunday, 13th August, 2017

રણબીર કપુર રિશિ કપુરના અભિપ્રાયો સાથે સમંત નથી

સ્ટાર રણબીર જગ્ગા જાસુસની ટીમ સાથે છેઃ પિતા ઇમોશનલ અભિનેતા હોવાનો રણબીરે કરેલો દાવો

રણબીર કપુર રિશિ કપુરના અભિપ્રાયો સાથે સમંત નથી

   મુંબઇઃ જગ્ગા જાસુસ ફિલ્મની નિષ્ફળતા માટે પિતા રિશિ કપુરે સમગ્ર ફિલ્મની ટીમને દોષિત ઠેરવી દીધા બાદ વિવાદ પછી હવે પુત્ર રણબીર કપુરે પોતાની પ્રતિક્રિયા આપી છે. રણબીર કપુરે કહ્યુ છે કે તે જગ્ગા જાસુસની ટીમ સાથે સહમત છે. ટીમ દ્વારા ફિલ્મને સફળ કરવાના તમામ પ્રયાસો કર્યા હતા. ફિલ્મ ખુબ શાનદાર રીતે બની હતી. જો કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ વધારે કમાલ કરી શકી ન હતી. ફિલ્મને લઇને જે પ્રકારની અપેક્ષા હતી તેવી સફળ સાબિત થઇ ન હતી. ફિલ્મમાં રણબીરની સાથે કેટરીના કેફે મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરી હતી.પોતાના પિતાની ટિપ્પણી અંગે વાત કરતા રણબીર કપુરે કહ્યુ હતુ કે તેના પિતા ભાવનાશીલ વ્યક્તિ છે. તે ફિલ્મની ટીમ દ્વારા કરવામાં આવેલી મહેનતથી ખુબ ખુશ છે. ભાવનાશીલ હોવાના કારણે પિતાએ આ પ્રકારનુ નિવેદન કર્યુ છે. તે પિતાના મત સાથે બિલકુલ સહમત નથી. શરૂઆતથી બાસુ દાદ જાણતા હતા કે શુ કરવુ છે. કેટલીક વખત મહેનત કામ લાગતી નથી. જ્યારે કેટલીક વખત મહેનત રંગ લાવે છે. તે ફિલ્મને નિષ્ફળ તરીક ગણતો નથી. થોડાક દિવસ પહેલા જ રિશિ કપુરે નિવેદન કરીને બાસુ દા પર પ્રહારો કર્યા હતા અને કહ્યુ હતુ કે ફિલ્મને યોગ્ય રીતે તૈયાર કરવામાંઆવી નથી.  સંજય દત્તની કમબેક ફિલ્મ ભૂમિના ટ્રેલર લોંચ પ્રસંગે રણબીરે આ મુજબની વાત કરી હતી.

   સંજય દત્તની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં રણબીર કપુર સંજય દત્તની ભૂમિકા અદા કરી રહ્યો છે. નિર્માતા વિદુ વિનોદ ચોપડાનુ કહેવુ છે ક જગ્ગા જાસુસ કોઇ ફ્લોપ ફિલ્મ નથી. તેમાં કેટલીક સીનનો શ્રેષ્ઠ રીતે રહ્યા છે. કેટલીક વખત ફિલ્મોને અપેક્ષા કરતા ઓછી સફળતા મળે છે. જો કે આના કારણે નિરાશ થવાની જરૂર નથી. કાર્યક્રમમાં અન્યો પણ હાજર રહ્યા હતા.

 (12:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS