Samachar Sports

News of Thursday, 12th October, 2017

સલામતીનો પાકો બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારો થવાથી આસામના ક્રિકેટ-સત્તાધીશો ચિંતામાં

ગુવાહાટીમાં ઑસ્ટ્રેલિયન ટીમની બસ પર પથ્થર ફેંકાયો

   ગુવાહાટી: ભારત સામે મંગળવારે રાતે અહીં બીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પછી પોતાની હૉટલમાં પાછી ફરી રહેલી પ્રવાસી ઑસ્ટ્રેલિયાની ટીમની બસ પર મોટો પથ્થર ફેંકાતા ખેલાડીઓની સલામતી બાબતે મોટી ચિંતા ઊભી થઈ હતી.
   બસની બારીથી નજીકમાં કોઈ બેઠું ન હોવાથી સદ્ભાગ્યે કોઈ ખેલાડીને ઈજા થઈ ન હતી, પણ આ બનાવ આસામ ક્રિકેટ એસોસિયેશન (એ.સી.એ.) અને રાજ્યની પોલીસની બારસાપારામાં નવા બંધાયેલા સ્ટેડિયમ ખાતેની આ મેચ માટે સલામતીની વ્યવસ્થા પર સવાલ ઊભો થયો હતો.
   ઑસ્ટ્રેલિયાની ટીમનો સિનિયર બેટ્સમેન એરોન ફિન્ચ બસની બારીને નુકસાન પહોંચેલ ચિત્રને પોતાના ટ્વિટર પર મૂકનાર પ્રથમ હતો અને તેણે કબૂલ કયુર્ં હતું કે આ બનાવમાં પ્રવાસી ખેલાડીઓ ગભરાઈ ગયા હતા.
   એ.સી.એ.ના સચિવ પ્રદીપ બુરાગોહેને કહ્યું હતું કે બીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત સામે વિજયી બનવા પછી ઑસ્ટ્રેલિયાની ટીમ તેની હૉટલમાં પાછી ફરી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.
"
   અમે ટોચની સલામતીની વ્યવસ્થા કરવાના દરેક પ્રયાસ કર્યા હતા, પણ આ બનાવ કેવી રીતે બન્યો તે સમજાતું નથી, એમ તેમણે કહેતા ઉમેયુર્ં હતું કે બનાવ સ્ટેડિયમ નજીકમાં ભરચક માનવમેદની ધરાવતી સ્ટ્રીટમાં નહીં, પણ ટીમની હૉટલની નજીકમાં બન્યો હતો.
   પોલીસે આ સંબંધમાં બે વ્યક્તિની ધરપકડ કરી હતી અને વધુ તપાસ કરી રહી છે.
   ભારતના વરિષ્ઠ ખેલાડી રવિચંદ્રને આ બનાવને વખોડી કાઢતા ક્રિકેટરસિકોને વધુ જવાબદારી સંભાળવાની અરજ કરી હતી.
   આયોજક એસોસિયેશનના સત્તાવાળાઓની સ્ટેડિયમ ખાતેના મીડિયા બોક્સમાં ગેરવહીવટ માટે પત્રકારો તરફથી પણ ટીકા કરવામાં આવી હતી, જ્યારે ઈન્ટરનેટ જેવી મૂળભૂત સગવડ માટે પણ પ્રસાર માધ્યમોની વ્યક્તિઓએ ઝઝૂમવું પડ્યું હતું.
   મીડિયા બોક્સમાં લગભગ ૨૫૦ પત્રકાર માટે ફક્ત એક ટેલિવિઝન સેટ ઉપલબ્ધ હતો અને ત્યાંથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી ગીતો વગાડવામાં આવ્યાં હતાં તથા દર્શકોને મોટા અવાજે આવકાર અપાતો હતો, જે પ્રવૃત્તિને છેવટે બંધ કરાવવામાં આવી હતી. વોશરૂમમાં વીજળી પણ ગાયબ હતી.

 (09:11 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS