Samachar Sports

News of Thursday, 12th October, 2017

ભારતીય ક્રિકેટનાં બે લેજન્ડનો રાષ્ટ્રને કૉલ: ‘અધિકારોની બાબતમાં છોકરીઓ સાથે ભેદભાવ ટાળો’

ભારતીય ક્રિકેટનાં બે લેજન્ડનો રાષ્ટ્રને કૉલ: ‘અધિકારોની બાબતમાં છોકરીઓ સાથે ભેદભાવ ટાળો’

   નવી દિલ્હી: ભારતીય ક્રિકેટનાં બે લેજન્ડ, સચિન તેન્ડુલકર અને મિતાલી રાજે અધિકારોની બાબતમાં છોકરીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવાની રાષ્ટ્રને અપીલ કરી હતી અને છોકરીઓને તેમનાં સપનાં પૂરાં કરવામાં મદદરૂપ થવા સમાન હકો મળવા જોઈએ એવી પણ અપીલ કરી હતી.
   તેઓ અહીં યુનિસેફ દ્વારા ઇન્ટરનેશનલ ડે ઑફ ધ ચાઇલ્ડ ગર્લ્સના પ્રસંગે આયોજિત સમારંભને સંબોધી રહ્યા હતા. સચિન યુનિસેફનો ગુડવિલ ઍમ્બેસેડર છે. તેણે કહ્યું હતું કે દરેક માતા-પિતાએ તેમ જ સમાજોએ પોતાની પુત્રીઓને બોજ ગણીને ઉતાવળે પરણાવી દેવાનું પગલું લેવાને બદલે વ્યક્તિગત રીતે તેમની ક્ષમતાને ઓળખીને તેઓ પગભર થઈને સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે એ વિશે વિચારવું જોઈએ અને એટલે જ તેમણે ભારત સરકારની જેમ દીકરીઓને એસેટ્સ ગણવી જોઈએ.
   સચિને બાળ લગ્નને સંપૂર્ણપણે નાબૂદ કરવાની હિમાયત કરી હતી.
   મિતાલીએ પણ સચિન જેવા મંતવ્યો આપ્યા હતા અને જણાવ્યું હતું કે મારી દૃષ્ટિએ ખેલકૂદમાં છોકરાઓ ચડિયાતા કે છોકરીઓ એવું કંઈ હોય જ નહીં. હું માનું છું કે દરેક બાળક અને બાળકીએ ખેલકૂદમાં ભાગ લેવો જોઈએ. સ્પોર્ટ્સથી તેઓ જીવનના પડકારોનો સામનો કરવા જરૂરી આત્મવિશ્ર્વાસ મેળવી શકે છે.

 (09:10 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS