Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

કોર્પોરેશનનાં કોમ્‍યુનિટી હોલમાં પ્રસંગ કરનારને ગેસના બાટલામાંથી મુક્‍તિઃ પાઇપલાઇન ગેસની સુવિધા

કોર્પોરેશનનાં કોમ્‍યુનિટી હોલમાં પ્રસંગ કરનારને ગેસના  બાટલામાંથી મુક્‍તિઃ પાઇપલાઇન ગેસની સુવિધા

   રાજકોટ તા.૧૨ : મહાનગરપાલિકા હસ્‍તકના જુદા-જુદા ૧૩ કોમ્‍યુનીટી હોલમાં શહેરીજનોની સુવિધા માટે ગુજરાત ગેસ કંપનીના પાઈપલાઈન ગેસ (PNG)ની સુવિધા રૂ.૧૦.૬૦ લાખના ખર્ચે પુરી પાડવામાં આવેલ છે. આ કામે તમામ ૧૩ કોમ્‍યુનીટી હોલમાં પાઈપલાઈન ફીટીંગ, કીચન ખાતે પોઈન્‍ટ મુકવા તથા મીટર મુકવાની તમામ કામગીરી પુર્ણ થયેલ છે. જેથી આ ૧૩ કોમ્‍યુનીટી હોલ ખાતે ભ્‍ફઞ્‍ ગેસ વાપરવાની સુવિધા શહેરીજનોને મળી રહેશે. આ સુવિધા ઉપલબ્‍ધ થવાથી લગ્ન કે અન્‍ય પ્રસંગ માટે બુકીંગ કરાવનાર અરજદારે રસોઈ માટે LPG સિલીન્‍ડર લાવવા તથા હોલમાં ઉપર ચડાવવાની ઝંઝટ રહેશે નહી અને પાઈપલાઈન ગેસ જરૂરીયાત મુજબ સરળતાથી વાપરી શકશે.

   પાઈપલાઈન ગેસની સુવિધા ઉપલબ્‍ધ થયેલ કોમ્‍યુનીટી હોલની યાદી આ મુજબ છે  વસંતરાય ગજેન્‍દ્ર ગડકર કોમ્‍યુનિટી  હોલ (ગુરુપ્રસાદ ચોક), શ્રી પ્રતાપભાઈ ડોડીયા કોમ્‍યુનીટી હોલ (માયાણી ચોક), શ્રી ગુરુ ગોવિંદસિંહજી કોમ્‍યુનિટી હોલ (રૈયા રોડ), પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય કોમ્‍યુનિટી હોલ યુનિટ-૧ (પેડક રોડ), પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય કોમ્‍યુનિટી હોલ યુનિટ-૨ (પેડક રોડ), શ્રી મોહનભાઈ સરવૈયા કોમ્‍યુનિટી હોલ યુનિટ-૧ (૮૦ ફુટ રોડ), શ્રી મોહનભાઈ સરવૈયા કોમ્‍યુનિટી હોલ યુનિટ-૨ (૮૦ ફુટ રોડ), શ્રી વિનોદભાઈ શેઠ કોમ્‍યુનિટી હોલ (કોઠારીયા રોડ), આનંદનગર કોમ્‍યુનીટી હોલ યુનિટ-૧ (પારડી રોડ), આનંદનગર કોમ્‍યુનીટી હોલ યુનિટ-૨ (પારડી રોડ), અવંતિબાઇ લોધી કોમ્‍યુનિટી હોલ (ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ), શ્રી મહારાણા પ્રતાપ કોમ્‍યુનિટી હોલ (સંત કબીર રોડ), શ્રી કાંતીભાઈ વૈદ કોમ્‍યુનિટી હોલ (કોઠારીયા રોડ)

 (05:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS