Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

ચૂંટણી ટણી પહેલા મ્‍યુનિ. શાસકો ૧૫ કરોડના પ્રોજેકટોના લોકાર્પણો-ભૂમિપૂજન કરશે

શનિવારે સવારે રેસકોર્ષમાં નિર્માણ પામેલા બાસ્‍કેટ કોર્ટ, નેચરલ ગ્રાસ હોકી મેદાનનું મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્‍તે લોકાર્પણઃ સાંજે સાંસદ શંભુભાઇ ટુંડીયાના હસ્‍તે નાનામવા રોડ ખાતે સ્‍કૂલ-સ્‍ટોરનું ભૂમિપૂજન

   રાજકોટ તા. ૧૨ : આગામી ડિસેમ્‍બર મહિનામાં રાજ્‍યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પહેલા નાગરિકોને આંજી દેવા શાસકો દ્વારા ગત સપ્‍તાહે અંદાજીત ૪૦ કરોડના વિભિન્‍ન પ્રોજેકટોના ભૂમિપૂજન- લોકાપર્ણો કર્યા હતા. દરમિયાન આગામી દિવસોમાં ૧૫ કરોડના પ્રોજેકટોના લોકાર્પણ અને ભૂમિપૂજનો કરવામાં આવશે. નવા પ્રોજેકટોને ટેન્‍ડરોને ફટાફટ મંજુર કરવાની દિશામાં ઝડપભેર કવાયત હાથ ધરી છે.

   કોર્પોરેશન દ્વારા તબક્કાવાર લોકઉપયોગી કામોની લોકાર્પણ/ખાતમુહુર્તની સીલસીલો આગળ ધપી રહેલ છે. જે અન્‍વયે તા.૧૪ના રોજ સવારે ૯.૩૦ કલાકે રેસકોર્સ સંકુલ ખાતે રૂ.૨.૪૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બે બાસ્‍કેટ કોર્ટનું તથા નેચરલ ગ્રાસ હોકી મેદાનનું લોકાર્પણ તેમજ રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રેસકોર્સ રીંગરોડ ફરતે ગ્રીલ બદલવાનું તથા આનુસંગિક કામો કરવાના કામનું ખાતમુહુર્ત ઉપરાંત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં આવેલ પેવેલિયન બિલ્‍ડીંગ જીમ્‍નેશીયમ રીનોવેશન તથા રૂ.૧.૨૨ કરોડના ખર્ચે પેડકરોડ લાગુ રોડનું ડેવલોપમેન્‍ટ કામ. આમ કુલ મળી રૂ.૬.૫૭ કરોડના કામોનનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત રાજયના અન્ન નાગરિક પુરવઠાના મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્‍તે થશે આ ઉપરાંત આ જ દિવસે શ્રી અટલ બિહારી બાજપેયી ઓડીટોરીયમ ખાતે સવારે ૧૦ કલાકે ગરીબ કલ્‍યાણ મેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

   જ્‍યારે તા. ૧૪ના સાંજે વોર્ડ નં. ૮માં નાનામવા વિસ્‍તારમાં સ્‍કુલ - સ્‍ટોરનું ભૂમિપૂજન રાજ્‍યસભાના સાંસદ શંભુભાઇ ટુંડીયાના હસ્‍તે કરવામાં આવશે.

   આ પ્રસંગે ભારત સરકારના સાંસદ અને પુર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા, ધારસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્‍યુની.ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્‍ય ભાનુબેન બાબરિયા, ૬૯- વિધાનસભા ઇન્‍ચાર્જ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માકડ, કિશોરભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મોહનભાઈ વાડોલીયા, શાશકપક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, વિપક્ષનેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અઘેરા, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, સોફીયાબેન દલ, અનિલભાઈ રાઠોડ, દક્ષાબેન ભેસાણીયા, પ્રીતિબેન પનારા, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્‍દ્રસિંહ ઠાકુર,વોર્ડ પ્રમુખ રાજેન્‍દ્રસીંહ ગોહિલ, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, જયસુખભાઈ પરમાર, નં.૫ના પ્રભારી બાબુભાઈ ઉધરેજા, પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા, મહામંત્રી પ્રભાતભાઈ ફૂન્‍ગ્‍શીયા, મુકેશભાઈ ધનસોત વિગેરે ઉપસ્‍થિત રહેશે.

 (05:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS