Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

હજારો કી.મી. પાઇપ લાઇનથી નર્મદા નીર ભલે લાવ્‍યા... પણ...

હજુ ૯ વોર્ડના અનેક વિસ્‍તારો પાઇપ લાઇન વિહોણાઃ ટેન્‍કરથી જ પાણી અપાય છે!!

      રાજકોટ, તા., ૧રઃ મ્‍યુ. કોર્પોરેશનના શાશક પક્ષ ભાજપ દ્વારા હજારો કી.મી.ની પાઇપ લાઇનો નાંખીને રાજકોટ સુધી નર્મદાનીર લાવવામાં આવ્‍યા હોવાની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ આવી જાહેરાતો વચ્‍ચે વરવી વાસ્‍તવિકતા એ છે કે આજની તારીખે પણ શહેરમાં ૧૮ પૈકી ૯ વોર્ડના અનેક વિસ્‍તારોમાં પાણીની પાઇપ લાઇન નથી અને ટેન્‍કરથી પાણી વિતરણ થાય છે. જેના ત્રીવાર્ષિક કોન્‍ટ્રાકટને મંજુર કરવા સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં દરખાસ્‍ત છે.

      કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કમીટીની મીટીંગ આવતીકાલે બપોરના ૧ર કલાકે કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડીંગ કમીટીના મીટીંગરૂમમાં સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને  મળશે. આ સ્‍ટેન્‍ડીંગમાં  વિવિધ ર૪ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવશે. જેમાં શહેરના વોર્ડ નં. ૧, ,,, ૧૧, ૧ર, ૧પ,૧૬, અને ૧૮ના પાઇપ લાઇન વિહોણા વિસ્‍તારોમા ૬ર.પ૦ લાખના ખર્ચે ટેન્‍કર અને ટ્રેકટર દ્વારા પાણી વિતરણ આવશે. આ કામ માટે  ૩ વર્ષનો કોન્‍ટ્રાકટ ં દિલુભાઇ ભનાભાઇ વઢરેકીયાના ભાવો ઓછા આવ્‍યા છે.

      શહેરના હાર્દસભા કાલાવડ રોડ ઉપર  કે.કે.વીકમાં ટ્રાફીક સમસ્‍યા હળવા કરવા તંત્ર દ્વારા અંડરબ્રીજની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી આ અંગે ડીટેઇલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવા કન્‍સ્‍ટલન્‍ટની  નિમણુંક કરવામાં આવશે. આ કામ માટે ડેલ્‍ફ કન્‍સલ્‍ટીંગ  એન્‍જીનીયર્સ ઇન્‍ડીયા ૧.૩પ ટકા ભાવો ઓછા આપ્‍યા છે. આ ઉપરાંત કોન્‍ટ્રાકટરોના બીલમાં જીએસટી નો વધારો, વોર્ડ નં. ૪ માં નો કોમ્‍યુનીટીલ હોલ, શહેરના રાજ માર્ગો પર ૧૦૦ લીટર ક્ષમતાની ૧૯પ૦ લીલી તથા વાદળી રંગની ડસ્‍ટબીન ખરીદવા  રેલનગરમાં ડીઆઇ પાઇપ લાઇન નાખવા સહિતની ર૪ દરખાસ્‍તોનો નિર્ણય કરવામાં આવશે.

       

 (04:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS