Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

કોર્પોરેશનનો સ્માર્ટકાર્ડ પ્રોજેકટ અભેરાયે

આ કાર્ડમાં વેરા, બસ ભાડુ સહિતની સુવિધાનો સમાવેશઃ યોજના સફળ કેટલી જશે?લોકોમાં ચર્ચા

      રાજકોટ,તા.૧૨: મ્યુનિ. કોર્પોરેશનનાં શાસકો  છાસવારે સ્માર્ટસિટીના બણગા ફૂકી રહ્યા છે.શહરેને સ્માર્ટ સિટી બનાવવા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા શહેરીજનો માટે સીંગલકાર્ડ  પ્રોજેકટનું એક વર્ષ અગાઉ જાહેર કરવામાં આવ્યુ હતુ છતા આજ દીન સુધી કોઇ કાર્યવાહી હાથધરવામાં આવી નથી. 

      શહેરીજનોને કોર્પોરેશન કચેરી સુધી ધક્કા ખાવા ન પડે તે માટે સીંગલકાર્ડ સીસ્ટમ એટલે સ્માર્ટ કાર્ડ પ્રોજેકટની કાર્યવાહી એક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. આજ દીન સુધી આ પ્રોજેકટની ગતીવિધી જોવા ન મળતા  તંત્ર આ યોજનામાં સફળ થશે કે કેમ?લોકોમાં ચર્ચાય રહ્યુ છે.

      આ યોજનાની  સ્માર્ટ સીટિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

      તંત્ર દ્વારા વિવિધ પ્રોજેકટો યોજનાની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ યોજનાઓની કામગીરી ગોળકગાયએ ચાલતી હોય છે  માત્ર જાહેરાત કરવામાં આવે છેતેવું ચર્ચાય રહ્યું છે.

      તંત્ર દ્વારા વેરા વસુલાત કોમ્યુનીટી હોલ, બીઆરટીએસ સહીતની સુવિધાઓ ઓનલાઇન શરૂ કરવામાં આવી હોવા છતા સ્માર્ટકાર્ડ પ્રોજેકટનો અર્થ શું ? લોકોમાં ચર્ચાય રહ્યું છે.

 (04:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS