Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

કાલે પુષ્પ નક્ષત્રઃ ઝવેરીબજારમાં ઘરાકીના ધમધમાટની ધારણા

અવનવી ડિઝાઇનના કલાત્મક આભૂષણોનો ઝળહળાટઃ દિવાળી પૂર્વેના શુકનવંતા અવસરે ખરીદી માટે ગ્રાહકો ઉમટશે

કાલે પુષ્પ નક્ષત્રઃ ઝવેરીબજારમાં ઘરાકીના ધમધમાટની ધારણા

   રાજકોટ તા. ૧૨ : પ્રકાશ પર્વ દીપાવલીના તહેવાર પૂર્વે કાલે પુષ્ય નક્ષત્રના શુભ અવસરે ઝવેરીબજારમાં ખરીદીના ધમધમાટની ધારણા વ્યકત કરાઈ રહી છે બજારમાં સોનાના આભૂષણો તેમજ સિક્કા સહિતની શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડશે.

   ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે.

   દરમિયાન આવતીકાલથી પુષ્યનક્ષત્રના શુકનવંતા અવસરે ઝવેરીબજારમાં દરવર્ષની માફક ખરીદી રહેશે તેવો આશાવાદ વ્યકત કરાયો છે પુષ્યનક્ષત્રનો કાલે ૧૩મીએ સવારે ૭.૪૭ મિનિટથી પ્રારંભ થશે જે શુક્રવાર સવારના ૭.૦૫ કલાક સુધી રહેશે પુષ્ય નક્ષત્ર ખરીદી માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે આ અવસરે સોના ચાંદીની ખરીદી માટે પણ શ્રેષ્ઠ હોવાનું કથન છે.

   દિવાળી પહેલાના આ શુકનવંતા સંયોગમાં દિવાળી અને લગ્નસરાની ખરીદી વધશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે બીજીતરફ ઝવેરીબજારમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,દના સભ્ય જવેલર્સ દ્વારા દીપાવલી પર્વે સોનાના અને ડાયમંડ જવેલરીની મજૂરીમાં વિશેષ વળતર ઓફર કરાઈ છે જેમાં ગ્રાહકોને દાગીનાની ઘડામણમાં ૫૦૦થી ૧૫૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

   આ અવસરે રાજકોટ ગોલ્ડ ડીલર્સના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા જણાવે છે કે કાલે પુષ્ય નક્ષત્રના મહામુહુર્તમાં ખરીદીનો ધમધમાટ સર્જાશે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં એકંદરે સ્થિરતા જોવા મળી છે  આગામી દિવાળી તહેવાર તેમજ લગ્ન પ્રંસંગ માટેની ખરીદીનો ધમધમાટ રહેશે.

   પુષ્ય નક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વધશે તેવા આશાવાદ સાથે જણાવ્યું હતું કે રાજકોટ સોનીબજારના કલાત્મક આભૂષણો જગ વિખ્યાત છે અહીના કારીગરોએ તૈયાર કરેલ દાગીનાની માંગ દેશ વિદેશમાં માંગ રહે છે.

   કાલે પુષ્પનક્ષત્રઃ ખરીદી માટે સ્વયં સિધ્ધ મુહૂર્ત શુકનવંતો અવસર - બુધાદિત્યનો શુભસંયોગ

   રાજકોટ તા. ૧૨ : દીપાવલી પર્વ પહેલા કાલે પુષ્ય નક્ષત્રના શુભ સંયોગથી દિવાળી અને ધનતેરસ પૂર્વે બજારમાં રોનક છવાશે ,કાલાષ્ટમી સૂર્ય અને બુધનો એક સાથે હોવાથી ખુબ જ શુભ સંયોગ હોવાનું કથન થઇ રહયું છે પુષ્ય નક્ષત્રના શુભ અવસરે ખરીદી માટે શ્રેઠ અવસર મનાય છે.

   પુષ્ય નક્ષત્ર ખરીદી માટે સ્વયં સિદ્ઘ મુહૂર્ત મનાય છે પુષ્યનક્ષત્રનો કાલે ૧૩મીએ સવારે ૭.૪૭ મિનિટથી પ્રારંભ થશે જે શુક્રવાર સવારના ૭.૦૫ કલાક સુધી રહેશે પુષ્ય નક્ષત્ર ખરીદી માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે પુષ્ય નક્ષત્ર તમામ નક્ષત્રનો રાજા મનાય છે આ શુભ અવસરે કરાયેલી ખરીદી સમૃદ્ઘિ કારક હોવાનું મનાય છે. પુષ્ય નક્ષત્રની ધાતુ સોનુ છે જેને ખરીદવાથી આધ્યાત્મિક લાભ ઉપરાંત ભૂમિ,ભવન વાહન અને સ્થાઈ સંપત્ત્િ।માં રોકાણ કરવાથી પણ લાભ હોવાનું કથન છે આ શુભ અવસરે સોના ચાંદી કપડાં ઇલેકટ્રોનિક વસ્તુ ખરીદવા ઉપરાંત મહાલક્ષ્મીના પૂજન સામગ્રી ખરીદવાં માટે અને ગાદી બિછાવા માટે પણ શુભ સંયોગ મનાય છે.

   સોનામાં સરેરાશ ભાવ ઓછાઃ શુકનવંતા અવસરે ખરીદીને સપોર્ટ મળવાની આશા

   રાજકોટ તા. ૧૨ : કાલે પુષ્યનક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદી વધવાની ધારણા છે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના સભ્ય જવેલર્સ દ્વારા ઝવેરીબજારમાં સોનાના દાગીનામાં મજૂરીમાં ૫૦૦ થી ૧૫૦૦ સુધીનું જેન્યુન વળતર ઓફર કરાયું છે રાજકોટના જાણીતા એવા જેપી જવેલર્સ વાળા અશોકભાઈ જણાવાઈ છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી જવેલરી ઉઘોગમા વેપાર ધંધા ધીમા છે ત્યારે પુષ્યનક્ષત્રના અવસરે સોનાના સરેરાશ ભાવ નીચા છે ત્યારે શુકનવંતા અવસરે ખરીદીને સપોર્ટ મળશે તેમ મનાય છે.

   રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના ચેરમેન પ્રભુદાસભાઇ પારેખ જણાવે છે કે ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતરની આકર્ષક ઓફર અને એકંદરે ઊંચી સપાટીએથી ઘટયા ભાવે ગ્રાહકીમાં વધારો થશે  સોનાના ભાવ ગત વર્ષ કરતાં ઓછા છે ત્યારે ઘટ્યા ભાવે સોનાની મનમોહક જવેલરી અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં પણ વધારો થવાની ધારણા છે.

   ઝવેરી બજારમાં ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતર

   રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસો.ના સભ્ય જ્વેલર્સ દ્વારા દાગીનાની મજૂરીમાં ૫૦૦થી ૧૫૦૦ સુધીનું વળતર

   રાજકોટ તા. ૧૨ : આવતી કાલે પુષ્યનક્ષત્રના શુભ અવસરે સોના ચાંદીની ધૂમ ખરીદી ની ધારણા છે ઝવેરીબજારમાં ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતર અપાઈ રહ્યું છે રાજકોટ ગોલ્ડ ડીલર્સના સભ્ય જવેલર્સ દ્વારા દાગીનાની અંજૂરીમાં ૫૦૦ થી ૧૫૦૦ સુધીનું વળતર અપાઈ રહ્યું છે.

   રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના ચેરમેન પ્રભુદાસભાઇ પારેકે જણાવ્યું હતું કે દિવાળી તહેવાર અને લગ્નસરાની સિઝન પૂર્વે પુષ્યનક્ષત્રના શુભ અવસરે ગ્રાહકો શુકનવંતી ખરીદી માટે ઉમટી પડશેગ્રાહકોને જેન્યુન વળતર ઓફર કરાઈ છે જેને સારો પ્રતિસાદ મળવાની આશા વ્યકત થઇ રહી છે.

   એશિયાના ગોલ્ડ હબ તરીકે વિખ્યાત રાજકોટની સોનીબજારના કુશળ કારીગરો તૈયાર થતા દાગીનાની દેશ-વિદેશમાં વિશેષ માંગ રહેતી હોય છે ત્યારે આ વખતે સોનાના ભાવમાં એકંદરે ઘટાડો થતા અને એસો.ના સભ્ય જવેલર્સ દ્વારા મજુરીમાં વિશેષ વળતર યોજનાં જાહેર થતા સોનાની ખરીદી વધવાની આશા વેપારીઓ વ્યકત કરી રહ્યા છે. ઝવેરીબજાર વિવિધ રેન્જના આભૂષણો સાથે સજ્જ બની છે ત્યારે ગ્રાહકોને મજુરીમાં વળતર આપતા અને હાલમાં સોનાના ઘટ્યા ભાવે ખરીદીમાં વધારો થશે તેમ મનાય છે  ઝવેરીબજારમાં અવનવા કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે દેશ વિદેશમાં કલા કારીગીરી માટે વિખ્યાત એવી રાજકોટની ઝવેરી બજારમાં ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી, ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે.

   આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે આ ઉપરાંત હળવા વજનના બુટી, બાલી, વીટી  પેન્ડલ, રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની કાનની લટકણ બાલી સહિતની વેરાયટીઓ જોવા મળે છે.

 (04:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS