Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

હાર્દિક પટેલ વિરૂધ્ધનો રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ

પાછો ખેંચવા સરકારી વકીલની અરજી મંજુર કરતી કોર્ટ

હાર્દિક પટેલ વિરૂધ્ધનો રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ

   રાજકોટ, તા., ૧રઃ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા અંગે પાટીદાર તેના હાર્દિક પટેલ વિરૂધ્ધ ગુજરાત સરકારે કરેલ જાહેરાતના સંદર્ભે આજે રાજકોટના સરકારી વકીલ અતુલભાઇ પટેલે પડધરી કોર્ટમાં  હાર્દિક પટેલ સામેનો કેસ પાછો ખેંચવા અરજી  કરી હતી. જેને નામદાર કોર્ટે મંજુર કરતા હવે  હાર્દિક સામેનો આ કેસ ફેંસલ થયો છે.

    આ અંગેની વિગત એવી છે કે ભારત  અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાયેલ ક્રિકેટ મેચમાં ખલેલ પહોંચાડવા પાટીદાર અનામત આંદોલન સમીતીના કન્વીનર હાર્દિક પટેલ વિગેરેએ રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરતા તેની સામે ગુનો નોંધાયો હતો.

   નજીકના સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી થનાર હોય ગુજરાત સરકારે પાટીદાર નેતાઓ સામે થયેલ તમામ કેસો પરત ખેંચવા નિર્ણય કરેલ હોય તેના સંદર્ભે રાજકોટના સરકારી વકીલ અતુલભાઇ પટેલને સરકારી આદેશ મળતા તેઓએ આજે પડધરી કોર્ટમાં હાર્દિક પટેલ સામેનો કેસ પાછો ખેંચવા અરજી કરી હતી.

   આ બનાવ અંગે પીએસઆઇ પી.જી.રોહડીયાએ રાષ્ટ્રધ્વજના અપમાન અંગે પ્રિવેન્સન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ફલેગ આંતર એકટ ૧૯૭૧ની કલમ-ર હેઠળ ફરીયાદ નોંધાવી હતી.

 (04:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS