Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

જંગલેશ્વરમાં અઝીઝ હીંગોરાની દેશીની ભઠ્ઠી પર દરોડોઃ દારૂ અને આથો કબ્જે

નદી કાંઠે ગંધારા-ગોબરા પાણીમાં દાટી રખાયા'તા આથાના ડબ્બા : કિતનગર પોલીસે રોશન શમાને પકડીઃ અઝીઝ અને તેની પત્નિ ઝરીનાની શોધખોળ

જંગલેશ્વરમાં અઝીઝ હીંગોરાની દેશીની ભઠ્ઠી પર દરોડોઃ દારૂ અને આથો કબ્જે

   રાજકોટઃ ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. એમ. જ.ે ધાધલ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, નિલેષભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, દિપકભાઇ, રાણાભાઇ, ધર્મેન્દ્રસિંહ, ભાવેશ મકવાણા સહિતે જંગલેશ્વર મેઇન રોડ રાધાકૃષ્ણનગરમાં નદી કાંઠેથી ન્યુ સાગર સોસાયટીના સુરેશ ધીરૂભાઇ ગોહેલ (ઉ.૩૩)ને રૂ. ૧૪૦ના ૭૦ લિટર દારૂ સાથે પકડી લીધો હતો. તેણે આ દારૂ પોતે અઝીઝ ઉર્ફ અજીત અબ્દુલ હીંગોરાના કહેવાથી વેંચતો હોવાનું કબુલતાં પોલીસે અઝીઝના ઘરમાં દરોડો પાડી ત્યાંથી રોશન આશીફ સમા (ઉ.૨૮)ને રૂ. ૨૪૦ના બાર લિટર દારૂ તથા ૮૦૦ લિટર દારૂનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી રૂ. ૫૮૧૦ના મુદ્દામાલ સાથે પકડી લીધી હતી. અઝીઝ ઉર્ફ અજીત હીંગોરા અને તેની પત્નિ જરિના આ ભઠ્ઠી ચલાવતી હોવાનું ખુલતાં આ અંગે બંને સામે અલગ ગુનો નોંધાયો હતો. બંનેની શોધખોળ થઇ રહી છે. દારૂ બનાવવા માટે સડેલા ગોળ-આથાને નદી કાંઠે ગંધારા-ગોબરા પાણીમાં દાટી રખાયા હતાં. આમ કરવાથી આથો ઝડપથી આવતો હોવાનું પકડાયેલી મહિલાએ જણાવ્યું હતું. આવા આથાના ડબ્બા કબ્જે કરવા કાર્યવાહી કરતી જોઇ શકાય છે.

 (12:51 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS