Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

કલેકટર-કમિશ્નર કચેરીએ આંગણવાડી-આશા વર્કરો ઉમટી પડયાઃ વિરોધ પ્રદર્શન

રાજકોટમાં પ હજાર સહિત ૧ લાખ લોકોની લડતઃ પગાર વધારાની માંગણી

   રાજકોટ, તા., ૧૨: આંગણવાડી અને આશા વર્કરોમાં માનદ સેવા આપતી બહેનો તેઓના વેતન વધારા અંગે હવે રસ્તા પર ઉતરી આવી અને સરકાર સામે ધરણા-વિરોધ પ્રદર્શન ચક્કાજામના કાર્યક્રમો આપી રહી છે. આજે  આંગણવાડીનાં આંગણવાડી વર્કરો દ્વારા કલેકટર તથા કમિશ્રર કચેરીએ પ્રવેશ બંધી કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

   આ અંગે સંગઠનનાં પ્રમુખ રામચંદ્રનની યાદીમાં જણાવ્યું છે કે દેશના અન્ય રાજયોમાં આંગણવાડી વર્કરોને રૂ. ૭ થી ૧૦ હજાર પગાર અપાય છે અને આશા વર્કરોને ૬ હજાર અપાય છે જયારે ગુજરાતમાં માત્ર પપ૦૦ થી ૪૦૦૦ સુધીનો પગાર અપાય છે.

   આ બાબતે આજે વિરોધ પ્રદર્શન કરવા સેંકડો બહેનોએ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આંગણવાડી વર્કરો દ્વારા કલેકટર તથા કમિશ્રર કચેરીએ પ્રવેશ બંધી કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. મોરબી જીલ્લા પ્રમુખ રંજનબેન સાંગાણી, રાજકોટ આશા પ્રમુખ કિરણ બહેન નિમાવત અને આંગણવાડી સંગઠનના રાજય ઉપપ્રમુખ નસીમ મકરાણી, મહામંત્રી ભારતી મકવાણા, કૈલાસ રોહીત, રમીલાબેન, સુરતના રેખાબહેન પાટીલ, કિરણબહેન પરમાર, કૃપાબહેન જોષી વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

 (11:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS