vividh-vibhag

News of Thursday, 12th October, 2017

આત્મા નર્તક છે, અંતરાત્માં રંગમંચ છે. ભાવ, ભકિત, પ્રાર્થના, ભજન, પરમાત્મા

આંસુ દર્પણ બની જાય છે

<br />આત્મા નર્તક છે, અંતરાત્માં રંગમંચ છે. ભાવ, ભકિત, પ્રાર્થના, ભજન, પરમાત્મા

      પરમાત્માની નજીક આંસુઓથી બીજી કોઇ ચીજ નથી. ન સિદ્ધાંત, ન શાસ્ત્ર, ન તો તમારી ગોખેલી પ્રાર્થનાઓ, ન તમારા શ્લોક, ન તમારા ભજન-કિર્તન, આંસુ જેટલા નજીક લાવે છે, એટલા નજીક બીજી કોઇ ચીજ નથી લાવતી, કારણ કે આંસુ સીધા હૃયમાંથી આવે છે. આંસુ તમને પરમાત્માની નજીક લાવે છે.

      જરા દિલ ખોલીને રડતા શીખો, તમે ચકિત થઇ જશો. આંસુઓમાં પરમાત્માની ઝલક મળવા લાગે છે આંસુ જાણે કે દર્પણ બની જાય છે.

      જેટલું રડી શકશો તેટલા નજીક આવશો. અને ધ્યાન રાખજો, આ રડવામાં દુઃખ પણ છે અને આનંદ પણ છે. એક તરફ દુઃખ છે કે આ ઘટના જલદી ઘટિત કેમ ન થઇ ? અને એક તરફ ધન્યભાવ કે નજીક તો આવી રહ્યા છીએ.

      સાસ નન્દ ઘર દારૂની આહૈં, નિત મોહિ બિરર સતાવે.

      ઘરમદાસે સાસુ-નણંદનું પ્રતીક લીધું છે. જે પોતાના છે, એ જ પરમાત્માની વચ્ચે અડચણ બની જાય છ.ે કારણ કે ઇર્ષ્યા થાય છે. આ જરા સમજો. આ સંસારને સમજીને તો આપણે ધીરે ધીરે પરમાત્માને સમજી શકીએ છીએ.

      સાસુ અને વહુનો ઝઘડો શું છે ? માંએ પોતાના બેટાને પ્રેમ કર્યો હતો.નવ મહિના પેટમાં રાખ્યો હતો .પછી બધા પ્રકારના કષ્ટ દુઃખ સહન કરીને વર્ષો સુધી તેની સેવા કરી છે. રાત્રે સુતી નથી, બીમાર હોય ત્યારે જાગી છ. હજારો તકલીફો આવી તે પાર કરી છે અને અચાનક આ બેટો એક દિવસ કોઇ બીજી સ્ત્રીનો થઇ જાય છે. આનાથી બહુ ઇર્ષ્યા થાય છે.

      મા જુએ છે કે બેટો તેને મળવા માટે એટલો ઉત્સુક નથી  જેટલો પહેલાં હતો. હવે આ બેટો કોઇ સ્ત્રીને મળવા ઉત્સુક થાય છે. માને મળે છે. તો પણ ઔપચારિક પાસે આવીને બેસે છે, બે વાતો પણ કરી લેછે એ પણ ઔપચારિક પાસે આવીને બેસે છે., બે વાતો પણ કરી લે છે એ પણ તબીયત વગેરેની માના કષ્ટને તમે સમજવા કોશિષ કરજો. આ બેટો એક દિવસ તેના પેટમાં તેનો પોતાનો હતો. પેટની બહાર આવ્યો અને અંતર વધવાનું શરૂ થયું. છતાં પણ બેટો માના દુધ પર નિર્ભર હતો. એ જ એનું ભોજન હતું, એ જ એનું જીવન હતું. હવે આ બેટો પોતે પોતાનું ભોજન લેવા લાગ્યો. સંબંધ તુટવાની આ લાંબી કથા છે પછી એક દિવસ સ્કુલ ગયો, પછી વિશ્વવિદ્યાલયઙ્ગ ગયો. પછી એક સ્ત્રી તેના જીવનમાં આવી અને છેલ્લો સંબંધ પણ તુટી ગયો. હવે એ સ્ત્રીએ પુરો કબજો લઇ લીધો.

      રૂસમાં એક કહેવત છે કે મા એક બેટાને બુધ્ધિમાન બનાવવા પચીસ વર્ષ લગાડે છે અને એક બીજી સ્ત્રીને તેને બુધ્ધુ બનાવવામાં પાંચ મીનીટ પણ નથી લાગતી. માને આઘાત તો લાગતો હશે જ. એક અચેતન ઇર્ષ્યાનો જન્મ થાય છે.

      પરમાત્માના પ્રેમમાં પણ આમ જ બને છે જેવા તમે પરમાત્માના પ્રેમમાં પડયા, જો તમે સ્ત્રી છો તો તમારો પતિ અડચણ ઉભી કરશે. જો તમે પુરૂષ હો તો પત્ની અડચણ ઉભી કરશે કારણ કે તેમને લાગણશે કે એક નવો ઉપદ્રવ શરૂ થયો.પરમાત્માનો પ્રેમ તો એવો છે કે તમારી પુરી જીવન ચેતનાને ખેંચી લેશે. એટલે ઘરમાંં કોઇ ધાર્મિક થઇ જાય તો બધા વિરોધ કરે છે.

      અહી મારી પાસે આવીને કોઇ સંન્યસ્ત થઇ જાય છેતો તેની પત્ની રડતી આવેછ.ે હું તને કહું છું કે આ ઘર નથી છોડી રહ્રયહ્યો. મારો સંન્યાસ ઘર છોડવાનો સંન્યાસ નથી. એ ઘરમાં જ રહેશે. જેવો છે તવો જ રહેશે. પરંતુ એ કહે છે  ફરક તો પડી જ ગયો. તેના ગળામાં આપની માળા જોઉં છું તો મને લાગે છે. કે આ મારો ન રહ્યો. આપનો થઇ ગયો. એ બેસે છે મારી પાસે અને વિચાર આપના કરે છે.

      તો પત્ની અડચણ ઉભી કરશે, પતિ અડચણ ઉભી કરશે. બધા અડચણ ઉભી કરશે કારણ કે તેમના બધા સંબંધ અસ્તવ્યસ્ત થઇ જાય છે. કારણ કે તથાકથિત ધાર્મિકોએ સન્યાસની એવી પરંપરા ઉભી કરી હતી જે જીવન વિરોધી હતી. એટલે લોકોના મનમાં ભય પેદા થઇ ગયો છ.ે

      એટલે તો લોક કહે છે આના કરતા ઔપચારિક ધર્મ સારો, કયારેક મંદિર જઇ આવ્યા, કયારેક પુજા પાઠ કરી લીધો, કયારેક કોઇ સાધુને પગે લાગી આવ્યા.સાચુ તો એ છે કે એ સામાજિક ઔપચારિકતા છે, સામાજિક લોક વ્યવહાર છે. તે અસલી' ધર્મ નથી.

      આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

      સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

      સ્વામી સત્યપ્રકાશ

         ૯૪ર૭ર પ૪ર૭૬

 (09:25 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS