NRI Samachar

News of Thursday, 12th October, 2017

યુ.એસ. ઈન્‍ડિયન બિઝનેસ કાઉન્‍સીલ પ્રેસિડન્‍ટ તરીકે સુશ્રી નિશા દેસાઈ બિશ્વાસની નિમણુંક : યુ.એસ. સ્‍ટેટ ડીપાર્ટમેન્‍ટ પૂર્વ ડિપ્‍લોમેટના નેતૃત્‍વ હેઠળ ભારત તથા અમેરિકા વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવવાનો હેતુ

         વોશીંગ્‍ટન : યુ.એસ. ચેમ્‍બર ઓફ કોમર્સએ ૧૦ ઓક્‍ટો. ૨૦૧૭ના રોજ ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિશા દેસાઈ બિશ્વાસને યુ.એસ. ઈન્‍ડિયા બિઝનેસ કાઉન્‍સીલના પ્રેસિડન્‍ટ તરીકે ઘોષિત કર્યા છે.

         અમેરિકાના સ્‍ટેટ ડીપાર્ટમેન્‍ટના પૂર્વ ડિપ્‍લોમેટ સુશ્રી નિશા દેસાઈ બિશ્વાસએ ઉપરોક્‍ત હોદા ઉપર નિમણુંક મળવા બદલ ગૌરવ વ્‍યક્‍ત કર્યુ છે. તથા જણાવ્‍યું છે. કે વર્તમાન સમય બંને દેશો વચ્‍ચે વ્‍યાવસાયિક સંબંધો વધારવા માટેનો શ્રેષ્‍ઠ સમય છે.

         તેમણે ૨૦૧૩ થી ૨૦૧૭ ની સાલ દરમિયાન યુ.એસ. ડીપાર્ટમેન્‍ટ ઓફ સ્‍ટેટમાં આસીસ્‍ટન્‍ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવેલી છે. તથા ભારત અને યુ.એસ. વચ્‍ચેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં મહત્‍વનું યોગદાન આપેલું છે. તેમની કામગીરીને ધઅયાને લઈ ભારત સરકારે જાન્‍યું. ૨૦૧૭માં એવોર્ડ આપી સન્‍માન કર્યુ હતું.

 (11:18 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS