NRI Samachar

News of Thursday, 12th October, 2017

આઈ.આઈ.ટી. મુંબઈના પૂર્વ સ્‍ટુડન્‍ટ ઈનિડયન અમેરિકન શ્રી રૂવિન્‍ટાન મહેતાની દિલાવરી : ભારતના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને પીવાનું શુધ્‍ધ પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા છેલ્લા ૨૫ વર્ષમાં ૧૦ લાખ ડોલરનું ડોનેશન આપ્‍યું

આઈ.આઈ.ટી. મુંબઈના પૂર્વ સ્‍ટુડન્‍ટ ઈનિડયન અમેરિકન શ્રી રૂવિન્‍ટાન મહેતાની દિલાવરી : ભારતના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને પીવાનું શુધ્‍ધ પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા છેલ્લા ૨૫ વર્ષમાં ૧૦ લાખ ડોલરનું ડોનેશન આપ્‍યું

         ન્‍યુયોર્ક : ઈન્‍ડિયન ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી, મુંબઈના પૂર્વ વિદ્યાર્થી ઈન્‍ડિયન અમેરિકન શ્રી રૂપિન્‍ટાન મહેતાએ વતનમાં પીવાનું શુધ્‍ધ પાણી, આરોગ્‍ય, શિક્ષણ, એનર્જી તથા સુખી જીવન માટે વંચિત પરિવારોને સહાય કરતી નોનપ્રોફીટ સંસ્‍થઆ વ્‍હીલ્‍સ ગ્‍લોબલ ફાઉન્‍ડેશનને છેલ્લા ૨૫ વર્ષમાં ૧ મિલીયન ડોલરનું ડોનશન આપ્‍યું છે.

         શ્રી મહેતા સ્‍થાપિત આ સંસ્‍થા દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતા પ્રજાજનો પીવાનું શુધ્‍ધ પાણી મળી રહે તે માટે ૩ રાજ્‍યોમાં ૧૦ પ્‍લાન્‍ટ સ્‍થાપ્‍યા છે. તથા હજુ ૩ પ્‍લાન્‍ટ સ્‍થાપવા તૈયારી થઈ રહી છે. આ પ્‍લાન્‍ટ દીઠ ૬ થી ૮ હજાર લોકો પીવાનું શુધ્‍ધ પાણી મેળવી રોગચાળાથી મુક્‍ત રહી શકે છે.

         ઉપરાંત દક્ષાના ફાઉન્‍ડેશન એડવાઈઝરી બોર્ડમાં તેઓ શામેલ છે. જેમાં માધ્‍યમથી આઈ.આઈ.ટી. માં પ્રવેશ મેળવવા ઈચ્‍છુક જરૂરિયાતમંદ તેજસ્‍વી વિદ્યાર્થીઓને તેઓ આર્થિક સહાય પૂરી પાડે છે.

         વ્‍હીલ્‍સ ગ્‍લોબલ ફાઉન્‍ડેશનનો બેનિફીટ ગાલા વાર્ષિક પ્રોગ્રામ યુ.એસ. ના ન્‍યુયોર્કમાં આવેલા મેનહટન ખાતે ૩ નવેં. ૨૦૧૭ના રોજ યોજાનાર છે.

          

 (11:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS