NRI Samachar

News of Thursday, 12th October, 2017

યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા ફોન્‍ટીંગ્રોમાં વસતા ભારતીયો જીવ બચાવીને ભાગ્‍યા : ૯ ઓક્‍ટો.ના રોજ ફાટી નીકળેલી ભીષણ આગથી ૧૨ થી ૧૫ પરિવારોના ઘરો બળીને ખાખ : આ વર્ષે દિવાળી નહીં ઉજવાય

યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા ફોન્‍ટીંગ્રોમાં વસતા ભારતીયો જીવ બચાવીને ભાગ્‍યા : ૯ ઓક્‍ટો.ના રોજ ફાટી નીકળેલી ભીષણ આગથી ૧૨ થી ૧૫ પરિવારોના ઘરો બળીને ખાખ : આ વર્ષે દિવાળી નહીં ઉજવાય

         કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા નાપા વાઈન રીજીયનમાં ૯ ઓક્‍ચો. ૨૦૧૭ના રોજ ફાટી નીકળેલ ભીષણ આગાથી અનેક લોકોના ઘરો ભસ્‍મીભૂત થઈ ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

         ખાસ કરીને ફોન્‍ટીંગ્રોમાં વસતા ૧૨ થી ૧૫ જેટલા ઈન્‍ડિયન અમેરિકન પરિવારોના મકાનો આગમાં ખાખ થઈ ચૂક્‍યા છે. જેમાં વસતા ભારતીયોએ ૯ ઓક્‍ટો. ના રોજ વહેલી સવારમાંજ આગના ગોળા તથા ધુમાડા જોતા તાત્‍કાલિક સ્‍થળાંતર કર્યુ હતું. જે પૈકીના પિડીયાટ્રીશીઅન શ્રી પૌલોમી શાહ તથા રાજ બસ્‍સીએ સમાચાર સૂત્રને જણાવ્‍યા મુજબ નાપા, લેક, સોનોમા, મેન્‍ડોસિનો, બટલ કાઉન્‍ટી સહિતના વિસ્‍તારોમાં આવેલા બે હજાર જેટલા ઘરોનો આગમાં સોથ વળી ગયો છે.

         આ ભીષણ આગથી ૧૦ લોકોના મૃત્‍યુ થયા છે. તથા ૨૦ જેટલાએ ગૂંગળામણ થવાથી હોસ્‍પિટલમાં દાખલ કરવા પડયા છે. પરિણામે આ વિસ્‍તારોમાં વસતા ભારતીયોએ આ વર્ષે દિવાળી તહેવાર ઉજવવાનું પણ માંડી વાગ્‍યું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

          

 (11:16 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS