NRI Samachar

News of Thursday, 12th October, 2017

મેક આર્થર ‘‘જીનીયસ'' ફેલો : સમગ્ર યુ.એસ. માંથી ૨૩ અને જર્મનીમાંથી ૧ મળી પસંદ કરાયેલા કુલ ૨૪ ફેલોમાં સ્‍થાન મએળવતા શ્રી સુનિલ અમરીથ : સ્‍થળાંતરી કરી સાઉથ તથા સાઉથ એશિયામાં સ્‍થાયી થતા વિદેશીઓની સ્‍થાનિક સમાજ તથા સંસ્‍કૃતિ ઉપર અસરો વિષે સંશોધન બદલ કરાયેલી કદર

            વોશીંગ્‍ટન : યુ.એસ.માં કેમ્‍બ્રિજ, મેસ્‍સેચ્‍યુએટસ સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન ઈતિહાસકાર શ્રી સુનિલ અમરીથની પસંદગી મેક આર્થર ‘જીનીયસ' ફેલો તરીકે થઈ છે.

            સમગ્ર અમેરિકામાંથી ૨૩ તથા જર્મનીમાંથી ૧ મળી પસંદ કરાયેલા ૨૪ ફેલોમાં તેમણે સ્‍થાન મેળવ્‍યું છે. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઈતિહાસકાર તરીકે કાર્યરત છે. જ્‍યાં સાઉથ તથા સાઉથઈસ્‍ટ એશિયામાં થઈ રહેલા સ્‍થળાંતરની વર્તમાન સંસ્‍કૃતિ તથા સમાજ ઉપરની અસરો વિષે સંશોધન ક્ષેત્રે કાર્યરત છે. ઉપરાંત તેઓ આ પ્રદેશોમાં થઈ રહેલા કલાઈમેન્‍ટ ચેન્‍જ ક્ષેત્રે પણ સંશોધન કરી રહ્યા છે.

            તેઓ કેમ્‍બ્રિજ યુનિવર્સિટીની બેચલર તથા ડોકટરેટ ડીગ્રી ધરાવે છે. તથા હાર્વર્ડ સેન્‍ટર ફોર હીસ્‍ટ્રી એન્‍ડ ઈનોનોમિક્‍સ ડીરેકટર છે. તેમના સંશોધન કાર્યને આગળ ધપાવવા પાંસ વર્ષ દરમિયાન ૬.૨૫,૦૦૦ ડોલરની ગ્રાન્‍ટ અપાશે.

 (11:16 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS