NRI Samachar

News of Wednesday, 11th October, 2017

સૌપ્રથમ વખત મસ્‍કતના આંગણે ‘‘સમૂહ ભાગવત કથા'' : ૧ નવેં. થી ૭ નવેં. ૨૦૧૭ દરમિયાન યોજાનારી કથાના વ્‍યાસાસને શ્રી શરદભાઈ વ્‍યાસ ભાઈજી (ધમરપુરવાળા) વિરાજી કથાનું રસપાન કરાવશે : કથાનું લાઈવ પ્રસારણ આસ્‍થા ચેનલ ઉપર થશે

         મસ્‍કત : સહર્ષ સાથે જણાવતા અતિ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ કે પરમ કૃપાળુ પરમાત્‍માની અસીમ કૃપા તથા દયા આશિર્વાદથી મસ્‍કત ખાતે સૌ પ્રથમ વખત શ્રી દેવસીભાઈ પરબતરાય હીરાણી- અલ રવાહી વાળા પરિવારના મુખ્‍ય યજમાન પદેતથા તેમના અને મસ્‍કત ખાતે વસતા સર્વે સત્‍સંગીઓ અને હિન્‍દુ મહાજનના સહયોગથી સમહ ૧૦૮ પોથી ભાગવત સપ્તાહ નું આયોજન સર્વેના દેશકાળ સારા રહે અને વિશ્વશાંતિ અર્થેનું આયોજન ઠાકોરજીની દયાની દારસેટ મંદિરમાં થયેલ છે.

         સર્વશ્રી શરદભાઈ વ્‍યાસ ભાઈજી-ધરમપુર વાળા તા. ૧.૧૧.૨૦૧૭ થી તા. ૦૭.૧૧.૨૦૧૭ અમૃત રસપાન કરાવશે અને જેનું જીવંત પ્રસારણ આસ્‍થા ચેનલ ઉપર પણ આવશે એવા ખુબ જ પ્રખર વકતા સર્વશ્રી શરદભાઈ વ્‍યાસ ભાઈજી- ધરમપુર વાળાની અમૃતવાણી નો લાભ લેવા માટે સર્વ ને ભાવભયું નિમંત્રણ છે. જેમણે દેશ વિદેશમાં ૭૦૦ થી પણ વધુ કથાઓ નુ રસપાન કરાવ્‍યું છે. એમ શ્રી ચંદ્રકાન્‍ત વલ્લભદાસ ચોથાણી એ એક યાદીમાં જણાવેલ છે.

         મુખ્‍ય મહેમાન તરીકે સર્વ શ્રી હરિદાસજી ગુરૂ વાલદાસજી મહારાજ હરિદ્વારવાળા કચ્‍છીઆશ્રમ વાળા ખાસ હાજરી આપશેય તેમના શુભ આથિષથી દિપ પ્રાગટય એમના કર કમલો દ્વારા થાશે.

         ૧૦૮ પરિવારોને એમનો લ્‍હાવો, લાભ મળશે, એમ શ્રીમતિ કાજલ રામૈયા તથા રાકેશ જોબનપૂત્રા, એ જણાવેલ છે.

         કમિટિ મેમ્‍બર્સ તથા વૌલન્‍ટીયર્સ ભાઈ બહેનો ખુબ જ ઉત્‍સાહ પૂર્વક સાવેકાર્ય કરી રહ્યા છે. અને સર્વેનો ખૂબ જ સાથ સહકાર મળી રહેલ છે. એમ શ્રી ચોથાણી એ વિશેષમાં જણાવ્‍યું હતું. તેવું શ્રી મહેન્‍દ્ર આણદાણી લતીપુરની યાદી દ્વારા જાણવા મળે છે.

          

 (11:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS