NRI Samachar

News of Wednesday, 11th October, 2017

‘‘વોક ગ્રીન ૨૦૧૭'': યુ.એસ.માં BAPS ચેરીટીઝ આયોજીત વોકથોનમાં ૨૨ હજાર ઉપરાંત લોકો જોડાયાઃ નોર્થ અમેરિકાના ૬૩ શહેરોમાં ૫૦ હજાર ઉપરાંત માઇલના વોકથોન દ્વારા ૧ લાખ વૃક્ષોના વાવેતરમાં સહયોગઃ ‘‘ધ નેચર કન્‍ઝરવન્‍સી (TNC)ને ૧,૬૫,૦૦૦ ડોલરનું ડોનેશન આપ્‍યું

‘‘વોક ગ્રીન ૨૦૧૭'': યુ.એસ.માં BAPS ચેરીટીઝ આયોજીત વોકથોનમાં ૨૨ હજાર ઉપરાંત લોકો જોડાયાઃ નોર્થ અમેરિકાના ૬૩ શહેરોમાં ૫૦ હજાર ઉપરાંત માઇલના વોકથોન દ્વારા ૧ લાખ વૃક્ષોના વાવેતરમાં સહયોગઃ ‘‘ધ નેચર કન્‍ઝરવન્‍સી (TNC)ને ૧,૬૫,૦૦૦ ડોલરનું ડોનેશન આપ્‍યું

             

             

            (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં BAPS ચેરીટીઝ દ્વારા ‘‘ધ નેચર કન્‍ઝરવન્‍સી'' (TNC)ના સમર્થન માટે નોર્થ અમેરિકાના ૬૩ શહેરોમાં ‘‘વોકગ્રીન ૨૦૧૭'' વોકથોનનું આયોજન કરાયું હતું જેમાં ૨૨ હજાર લોકો જોડાયા હતા. તથા ૨૦૧૭ની સાલમાં ૧ લાખ વૃક્ષો વાવવા TNCને ૧,૬૫,૦૦૦ ડોલરનું ડોનેશન આપ્‍યું હતું

            વિશ્વમાં પર્યાવરણ શુધ્‍ધિના હેતુથી કાર્યરત TNCનો ધ્‍યેય ૨૦૨૫ની સાલ સુધીમાં ૧ બિલીયન વૃક્ષો વાવવાનો છે. જે માટે BAPS ચેરીટીઝ ૨૦૧૬ની સાલથી તેની સાથે છે. તથા તે માટે ગયા વર્ષે ૭૦ હજાર વૃક્ષોનું વાવેતર કર્યુ હતું. આ વર્ષે ૨૦૧૭ની સાલમાં પણ ૫૦ હજાર ઉપરાંત માઇલના વોકથોન દ્વારા ૧ લાખ વૃક્ષોના વાવેતરમાં સહયોગ આવ્‍યો હતો. તથા પર્યાવરણ જાળવણી માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ફંડ ભેગુ કરી આપ્‍યું હતું.

            

            ઉલ્લેખનીય છે કે BAPS ચેરીટીઝ ૯ દેશોમાં કાર્યરત છે. જેના વોલન્‍ટીયર્સ નિસ્‍વાર્થ ભાવે સમાજમાં આરોગ્‍ય વિષયક જાગૃતિ માટે, શિક્ષણના વ્‍યાપ માટે, પર્યાવરણ સુરક્ષા, સહિતના કાર્યોમાં સેવાઓ આપે છે. તેવું શ્રી લેનિન જોશીની યાદી જણાવે છે.

            

             

 (11:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS