NRI Samachar

News of Wednesday, 11th October, 2017

યુ.એસ.માં વસતા દશકોશી લેઉવા પાટીદાર સમાજનું સ્‍નેહ મિલન યોજાયું: કિલન્‍ટન મેનોર હોટેલ, યુનિયન, ન્‍યુજર્સી મુકામે ૭ ઓકટો.૨૦૧૭ના રોજ યોજાયેલા સ્‍નેહ મિલનમાં ૩૫૦ જેટલા લોકોએ હાજરી આપી

યુ.એસ.માં વસતા દશકોશી લેઉવા પાટીદાર સમાજનું સ્‍નેહ મિલન યોજાયું: કિલન્‍ટન મેનોર હોટેલ, યુનિયન, ન્‍યુજર્સી મુકામે ૭ ઓકટો.૨૦૧૭ના રોજ યોજાયેલા સ્‍નેહ મિલનમાં ૩૫૦ જેટલા લોકોએ હાજરી આપી

          (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ તાજેતરમાં ૭ ઓકટો.૨૦૧૭ શનિવારના રોજ યુ.એસ.માં વસતા દશકોશી લેઉવા પાટીદાર સમાજનું સ્‍નેહ મિલન યોજાઇ ગયું.

         કિલન્‍ટન મેનોર હોટેલ, યુનિયન, ન્‍યુજર્સી મુકામે યોજાયેલા આ સ્‍નેહમિલનમાં ત્રિસ્‍ટેટ ન્‍યુજર્સી, ન્‍યુયોર્ક, તથા પેન્‍સીલ્‍વેનિઆમાં વસતા ૩૫૦ જેટલા લોકોએ હાજરી આપી હતી. શ્રી બિહારીભાઇ પટેલ, શ્રી પિનાકીન પટેલ, શ્રી રોહિત પટેલ, શ્રી પંકજ પટેલ, સહિતનાઓના આયોજન હેઠળ તથા જહેમત દ્વારા યોજાયેલા આ સ્‍નેહ મિલનનો સહુએ સતત ૭ કલાક સુધી આનંદ માણ્‍યો હતો. આ તકે શ્રી સત્‍ય સાંઇ હાર્ટ હોસ્‍પિટલના શ્રી અમુલભાઇ પટેલ, તથા શ્રી ભરતભાઇ પટેલ (ભરતકાકા) હાજર રહ્યા હતા.

         સ્‍નેહ મિલનમાં રાસગરબા, મનોરંજન તથા ફુડનું આયોજન કરાયું હતું. તેવું શ્રી અમૂલ પટેલની યાદી જણાવે છે.

          

 (11:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS