NRI Samachar

News of Wednesday, 11th October, 2017

અમેરિકાના હયુસ્‍ટનમાં મહાત્‍મા ગાંધીની ૧૪૮ મી જન્‍મ જયંતિ ઉજવાઈ : ૧૦૦૦ મીણબત્તી પ્રગટાવી તથા પાંચ કિ.મી.ના વોકથોન દ્વારા શાંતિનો સંદેશ અપાયો

અમેરિકાના હયુસ્‍ટનમાં મહાત્‍મા ગાંધીની ૧૪૮ મી જન્‍મ જયંતિ ઉજવાઈ : ૧૦૦૦ મીણબત્તી પ્રગટાવી તથા પાંચ કિ.મી.ના વોકથોન દ્વારા શાંતિનો સંદેશ અપાયો

         હયુસ્‍ટન : યુ.એસ.ના હયુસ્‍ટનમાં મહાત્‍મા ૧ ઓક્‍ટો. ના રોજ રવિવારે ગાંધીની ૧૪૮ મી જન્‍મ દયંતિ શાનભેર ઉજવાઈ હતી. જે અંતર્ગત મિલર આઉટડોર થીયેટર ખાતે ૧૦૦૦ મીણબત્તી પ્રગટાવી શાંતિનો સંદેશ અપાયો હતો. તેમજ પાંચ કિ.મી.ની વોકશોનનું આયોજન કરાયું હતું. હયુસ્‍ટન ગાર્ડન સેન્‍ટરમાં મહાત્‍મા ગાંધીનું લાઈફ સાઈઝનું સ્‍ટેચ્‍યુ મુકાયુ હતું. તથા પાર્કને ફરતુ વોકીંગ કરાયું હતું.

         જન્‍મજયંતિની ઉજવણી દરમિયાન વોકથોન અંતર્ગત ગ્રાન્‍ડ માર્શલ ફોર પિસ તરીકે વેગાન સીટીના ક્રિસ્‍ટન લી, હયુસ્‍ટનના બોબ ફલેમિંગ તથા એકલ વિદ્યાલયના શ્રી રમેશ શાહ જોડાયા હતાં. વિનોદ ચરોરાએ મહાત્‍મા ગાંધીની વેશભૂષા ધારણ કરી હતી.

         ગાંધી જયંતિની ઉજવણીમાં કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઈન્‍ડિયા ડો. અનુપમ રાયએ હાજર આપી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

          

 (11:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS