NRI Samachar

News of Wednesday, 11th October, 2017

‘‘મોસ્‍ટ પાવરફુલ વીમેન ઇન બેન્‍કીંગ એન્‍ડ ફાઇનાન્‍સ'': અમેરિકન બેંકર્સ દ્વારા જાહેર કરાયેલી ૨૫ મહિલાઓની યાદીમાં સ્‍થાન મેળવતી ર ઇન્‍ડિયન અમેરિકન મહિલાઓઃ સુશ્રી નંદિતા બક્ષીએ ૪થું તથા સુશ્રી રંજના કલાર્કએ ૧૯મું સ્‍થાન મેળવી વતનનું ગૌરવ વધાર્યુ

         વોશીંગ્‍ટનઃ અમેરિકન બેન્‍કર્સ દ્વારા ૨૦૧૭ની સાલ માટે ઘોષિત કરાયેલ ‘‘મોસ્‍ટ પાવરફુલ વીમેન ઇન બેંકીંગ એન્‍ડ ફાયનાન્‍સ'' યાદીમાં ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નંદીતા બક્ષીએ ૨૫ મહિલાઓની યાદીમાં ૪થું સ્‍થાન હાંસલ કર્યુ છે.

         સુશ્રી નંદીતા બેંક ઓફ વેસ્‍ટના પ્રેસિડન્‍ટ તથા ceo છે તથા BNP પારીવાસના કો-ceo છે

         યાદીમાં સ્‍થાન મેળવનાર અન્‍ય ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી રંજના કલાર્કનો સમાવેશ થાય છે. તેમણે ૧૯મું સ્‍થાન મેળવ્‍યં છે. તેઓ MUFG યુનિયન બેંકમાં સાનફ્રાન્‍સિસ્‍કો બે એરીયાના ટ્રાન્‍ઝેકશન બેંકીંગ ડીપાર્ટમેન્‍ટના બેંકીંગ ડીપાર્ટમેન્‍ટના પ્રેસિડન્‍ટ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (11:08 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS