NRI Samachar

News of Wednesday, 11th October, 2017

‘‘મિસ ઇન્‍ડિયા વર્લ્‍ડવાઇડ ૨૦૧૭'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ૮ ઓકટો.ના રોજ યોજાયેલી સોંદર્ય સ્‍પર્ધામાં વર્જીનીયાની યુવતિ ૨૦ વર્ષીય મધુ વલ્લી વિજેતાઃ મિસીસ વર્લ્‍ડવાઇડ તાજ ટેકસાસ સ્‍થિત શ્રીમતિ સંગીતા બહાદુરના શિરે

         ન્‍યુયોર્કઃ ‘‘મિસ ઇન્‍ડિયા વર્લ્‍ડ વાઇડ ૨૦૧૭'' યુ.એસ.માં ન્‍યુજર્સી ખાતે ૮ ઓકટો.૨૦૧૭ના રોજ યોજાયેલી સૌદર્ય સ્‍પર્ધામાં વર્જીનીયાની જયોર્જ મેસોન યુનિવર્સિટીમાં ક્રિમીનલ લોનો અભ્‍યાસ કરતી ૨૦ વર્ષીય યુવતિ મધુ વલ્લીના શિરે ક્રાઉન એનાયત કરાયો હતો.

         ૨૬મી વર્લ્‍ડવાઇડ સ્‍પર્ધામાં રનર્સ અપ તરીકે ફ્રાંસની સ્‍ટેફની મડવાને તથા ત્રીજા ક્રમે ગુપાનાની યુવતિ સંગીતા બહાદુર વિજેતા થઇ હતી.

         આ સ્‍પર્ધામાં ૧૮ દેશોની યુવતિઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિજેતા બનેલી મધુ વલ્લીએ જણાવ્‍યું હતું કે તે બોલીવુડ તથા હોલીવુડ વચ્‍ચે સેતુ સમાન કામગીરી બજાવશે.

         ટેકસાસ સ્‍થિત સુશ્રી સરિતા પટનાયક મિસીસ ઇન્‍ડિયા વર્લ્‍ડ વાઇડ ઘોષિત થયા હતા. તેઓ ૨ બાળકોની માતા છે.

         સ્‍પર્ધાનું આયોજન ન્‍યુયોર્કની ઇન્‍ડિયા ફેસ્‍ટીવલ કમિટી દ્વારા કરાયું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (11:07 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS