Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

સરકારના મહત્વના નિર્ણય

લોકોને દિવાળી ભેટ આપવાનો સિલસિલો જારી

           અમદાવાદ, તા. ૧૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહત આપતા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આજે પણ શ્રેણીબદ્ધ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેના ભાગરુપે ઔડા વિસ્તારમાં આવતા રિંગ રોડ ઉપર થ્રી અને ફોર વ્હીલર પરનો ટોલ ટેક્સ નાબૂદ કરાયો હતો. લોકોને રાહત આપતા નિર્ણયો જે આજે લેવાયા હતા તે નીચે મુજબ છે.

   *   ઔડા વિસ્તારમાં આવતા રિંગરોડ પરથી થ્રી અને ફોર વ્હીલર વાહનો પરના ટોલ ટેક્સ નાબૂદ કરાયો. આ ટોલ ટેક્સની રકમ ઔડા દ્વારા ટોલટેક્સ કંપનીને ચુકવાશે

   *   રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી, કર્મચારી, પેન્શનરોને એક ટકા મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે. રાજ્ય સરકારના પંચાયત અને પેન્શનરોને મળીને ૮૨૦૭૬૪ કર્મીઓને લાભ મળશે. સરકાર પવર ૨૭૩ કરોડનો વધારાનો બોજ

   *   રાજ્ય સરકારના વર્ગ-૪ના કર્મચારીઓને દિવાળીની ભેટ રુપે કર્મચારીઓને ૩૫૦૦ની મર્યાદામાં બોનસ ચુકવાશે

   *   એસટી નિગમના કર્મચારીઓને ૨૧ માસના એચઆરએની રકમ ખાસ કિસ્સામાં ચુકવાશે. અંદાજે ૪૧૦૦૦ કર્મીઓને લાભ થશે

   *   ફરજ દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારીના મૃત્યુ કે કાયમી અશક્તતા અંગે વારસદારને રહેમરાહે નોકરી અપાશે

   *   વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા ફિક્સ પગારદાર કર્મચારીના વેતનમાં નોંધપાત્ર વધારો કરાયો. આનાથી નિગમના ૭૦૪૯ કર્મચારીઓને લાભ થશે. ૨૨૬૯ કરોડનું ભારણ આવશે

 (08:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો