Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

હિમાચલ : ૨૦૧૨માં કોંગ્રેસ પાર્ટીએ ૩૬ બેઠકો જીતી હતી

૬૮ પૈકી ૩૬ સીટો જીતી સત્તામાં વાપસી કરી હતી : હિમાચલ પ્રદેશમાં સ્થાનિક મુદ્દાઓ અન્ય રાજ્ય કરતા જુદા રહ્યા છે : સાક્ષરતા દર ૮૭.૭૮ ટકા નોંધાઇ ગયો

   નવી દિલ્હી,તા. ૧૨ : હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો હતો. આની સાથે જ રાજકીય ગતિવિધિ ગઇ છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લે ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી લેવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૨માં ૩૬ બેઠકો ઉપર જીત મેળવી હતી. અગાઉની સરખામણીમાં એટલે કે ૨૦૦૭ની સરખામણીમાં ૧૩ વધુ બેઠકો હાસલ કરી સત્તામાં એન્ટ્રી કરી હતી. ૨૦૦૭માં ભાજપે ૪૧ બેઠકો જીતીને સત્તામાં એન્ટ્રી કરી હતી જ્યારે વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવીને ફરીવાર સત્તા કબજે કરી હતી. હિમાચલ પ્રદેશમાં આ વખતે બાજી કોણ મારશે તેને લઇને ચર્ચા છે. હિમાચલ પ્રદેશમાં ૨૦૧૨માં એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ૭૪.૬૨ ટકા મતદાન થયું હતું. ૬૮ સીટ ઉપર મતદાન નોંધાયું હતું. અપક્ષોએ પણ તમામ ૬૮ સીટ ઉપર ચૂંટણી લડી હતી. હિમાચલ પ્રદેશમાં જુદા જુદા સામાજિક અને આર્થિક પરિબળો રહેલા છે. ભાજપ આ વખતે ફરી એકવાર મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે. ભાજપ પ્રમુખ અમિત શાહનું કહેવું છે કે, આ વખતે વધુ આક્રમક તૈયારી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં દશકોથી તમામ પ્રકારની સુવિધાઓ રહેલી છે જેમાં સ્થાનિક મુદ્દાઓ જુદા રહેલા છે. હિમાચલ પ્રદેશમાં મહિલા મૃત્યુદર ૧.૯ બાળક પ્રતિ મહિલા છે. જ્યારે હિમાચલમાં ૯૦ ટકા મકાનો વિજળીની સુવિધા છે. સારક્ષરતાનો દર પણ અહીં રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે અને ૮૭.૭૮ ટકા છે. જીવન આયુષનો દર ૬૭ વર્ષનો છે જે રાષ્ટ્રીય ૬૫.૪ના આયુષ કરતા વધારે છે. હિમાચલ પ્રદેશનું અર્થતંત્ર પણ દેશમાં સૌથી ઉંચા પૈકીના એક તરીકે છે. ૨૦૦૯ના આંકડા મુજબ પ્રતિવ્યક્તિ જીડીપી આવક ઉલ્લેખનીય છે.

   ૨૦૧૨ ચૂંટણી પરિણામ

           નવીદિલ્હી, તા. ૧૨ : હિમાચલ પ્રદેશમાં છેલ્લે ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તમામ ૬૮ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી અને તમામ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામ નીચે મુજબ રહ્યા હતા.

   વિધાનસભાની કુલ બેઠક................................... ૬૮

   ચૂંટણી યોજાઈ.................................................. ૬૮

   પરિણામ જાહેર................................................. ૬૮

   ભાજપને સીટો મળી.......................................... ૨૬

   કોંગ્રેસને સીટો મળી........................................... ૩૬

   અપક્ષને સીટો મળી.......................................... ૦૬

   મતદાનની ટકાવારી.................................... ૭૪.૬૨

   ૨૦૦૭ ચૂંટણી પરિણામ

           નવીદિલ્હી, તા. ૧૨ : હિમાચલમાં ૨૦૧૨ પહેલા ૨૦૦૭માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ૪૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. ૨૦૦૭ના ચૂંટણી પરિણામ નીચે મુજબ રહ્યા હતા.

   વિધાનસભાની કુલ બેઠક................................... ૬૮

   ચૂંટણી યોજાઈ.................................................. ૬૮

   પરિણામ જાહેર................................................. ૬૮

   ભાજપને સીટો મળી.......................................... ૪૧

   કોંગ્રેસને સીટો મળી........................................... ૨૩

   બહુજન સમાજપાર્ટી........................................... ૦૧

   અપક્ષો-અન્યને સીટો મળી................................ ૦૩

 (07:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો