Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

બજારમાં તીવ્ર તેજી : ૩૪૮ પોઇન્ટનો નોંધપાત્ર વધારો

નિફ્ટી ૧૧૧ પોઇન્ટ ઉછળી ૧૦૦૯૬ની સપાટીએ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રી શેરમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં કમાણીના આંક જારી કરવામાં આવે તે પહેલા તીવ્ર તેજી

   મુંબઇ,તા. ૧૨ : શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૪૮ પોઇન્ટ સુધરીને ૩૨૧૮૨ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૨૦૦૦ની સપાટી કુદાવી લીધી હતી જ્યારે નિફ્ટી ૧૧૧ પોઇન્ટ સુધરીને ૧૦૦૯૬ની સપાટીએ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ચાર ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી. આજે કારોબાર દરમિયાન ૧૬૯૬ શેરમાં તેજી રહી હતી અને ૯૭૧ શેરમાં મંદી જોવા મળી હતી. ૧૩૧ શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. ફ્રન્ટલાઈન ઇન્ડેક્સમાં પણ તેજી જોવા મળી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં એક-એક ટકાનો ઉછાળો રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં આવતીકાલે તેના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવે તે પહેલા તેજી જોવા મળી હતી. આઈઆઈપી અને ફુગાવાના આંકડા આજે મોડેથી જારી કરવામાં આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટેની સુધારવામાં આવેલી આગાહી દેખાતા બજારમાં તેજીનું મોજુ ફરી વળ્યું હતું. ટીસીએસના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે. કન્ઝ્યુમર ફુગાવાનો આંકડો જારી કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં તેની અસર પણ જોવા મળી શકે છે. ગઇકાલે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૯૦ પોઇન્ટ ઘટીને ૩૧૮૩૫ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૨ પોઇન્ટ ઘટીને ૯૯૮૪ની સપાટીએ રહ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગયા શુક્રવારના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠકમાં દિવાળી બોનાન્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. નિકાસકારો, નાના કારોબારીઓ અને જ્વેલર્સ માટે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવી હતી.  જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં ૨૭ વસ્તુ પર જીએસટી રેટને ઘટાડવાનો નિર્ણય કરાયો હતો. અનબ્રાન્ડેડ આયુર્વેદિક દવાઓ ઉપર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. લોકો દ્વારા બનાવવામાં આવતા યાર્ન માટે ટેક્સ રેટ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો હતો. ગયા બુધવારના દિવસેે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકાઅને રિવર્સ રેપોરેટને પણયથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.એસએલઆરને ૦.૫ ટકા ઘટાડીને ૧૯.૫ ટકા કરાયો હતો.

 (07:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો