Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

પપૈયાને કારણે પાંચ જણ જેલમાં

   મુંબઇ તા. ૧રઃ વિરારમાં પપૈયાએ પાંચ જણને જેલભેગા કરી દીધા છે. સાસરિયાંઓએ જાણીબૂજીને પપૈયું ખવડાવી પોતાનો ગર્ભપાત કરાવ્યો હોવાની વહુએ કરેલી ફરિયાદને પગલે પોલીસે પાંચ જણ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી છે.

   પોલીસે જણાવ્યા અનુસાર મોના પારેખ નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના સાસરિયાંઓએ તેને પપૈયું ખવડાવીને તેનો ગર્ભપાત કરાવ્યો હતો. જેને પગલે વિરાર પોલીસ-સ્ટેશનમાં મોના પારેખના પતિ, દિયર, સાસુ, સસરા અને પતિની ફોઇ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

   વિરાર પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ મોનાનાં લગ્ન દસ મહિના પહેલાં જ થયાં હતાં અને ત્યારથી જ સાસરિયાંઓ અને મોના વચ્ચેના સંબંધોફ બગલડવાના શરૂ થઇ ગયા હતા. જોકે અમુક દિવસ પૂર્વે મોનાને તે ગર્ભવતી હોવાનું જણાવયું હતું અને આ વાતની જાણ તેણે સાસરિયાંઓને કરી હતી, પરંતુ મોનાની ફરિયાદ મુજબ સાસરિયાંઓએ તેને ગર્ભપાત કરાવવા માટે જાણીબુજીને મોનાને પપૈયું ખવડાવ્યું હતું જેના કારણે તેનો ગર્ભપાત થઇ ગયો હતો.

 (05:02 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો