Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

આરૂષિ હત્યા કેસમાં તલવાર દંપતિ નિર્દોષઃ હાઇકોર્ટનો ચુકાદો

<br />આરૂષિ હત્યા કેસમાં તલવાર દંપતિ નિર્દોષઃ હાઇકોર્ટનો ચુકાદો

      નવી દિલ્હી તા. ૧૨ : દિલ્હીના બહુચર્ચિત આરૂષિ હત્યા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે આજે ચુકાદો જાહેર કરતાં આરૂષિના પિતા રાજેશ તલવાર અને માતા નુપુર તલવારની નિર્દોષ ઠરાવ્યા છે. અગાઉ સીબીઆઈ અદાલતે બંને જણાંને તેમની જ દિકરીની હત્યા બદલ આજીવન કેદની સજા ફરમાવી હતી.

      અલ્હાબાદ હાઈકોર્ટ આ સાથે વિશેષી સીબીઆઈ અદાલતનો ચુકાદો રદ કર્યો હતો અને તલવાર દંપત્ત્િ।ને દોષમુકત જાહેર કર્યા હતા.

      સીબીઆઈ કોર્ટે ૨૭ નવેમ્બર ૨૦૧૩એ રાજેશ અને નૂપુર તલવારને આજીવન કેદની સજા ફરમાવી હતી. તેમણે આ ચુકાદાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાલમાં તલવાર દંપતિ ગાઝિયાબાદની ડાસના જેલમાં સજા ભોગવી રહ્યું છે. હાઈકોર્ટ સુનાવણી સાત સપ્ટેમ્બરે પૂર્ણ કરી હતી, પરંતુ ન્યાયમૂર્તિ બી.કે. નારાયણ અને ન્યાયમૂર્તિ એ.કે. મિશ્રાની બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો.

      આરૂષિ નોઈડાની પ્રસિદ્ઘ ડીપીએસમાં ભણતી હતી. આરૂષિની હત્યા બાદ તુરત ઘરઘાટી હેમરાજ પર શંકા સેવાતી હતી પરંતુ બીજા જ દિવસે હમરાજની લાશ ધાબા પરથી મળતાં આ ઘટનાને નવો જ વળાંક સાંપડ્યો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર આરૂષિ તલવાર દંપત્તિનું એકમાત્ર  સંતાન હતી. આરૂષિને તેઓ ઘરઘાટી હેમરાજ સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ ગયા હતા. આથી ઉશ્કેરાઈ જઈને રાજેશ તલવારે ગોલ્ફ રમવાની સ્ટીક માથામાં મારી આરૂષિની હત્યા કરી હતી.

      પોલીસે તપાસ પછી જાહેરાત કરી હતી કે આરૂષિ-હેમરાજનો હત્યારો કોઈ નહીં પણ આરૂષિના પિતા ડોકટર રાજેશ તલવાર જ છે. પોલીસે આ ઘટના ઓનર કિલીંગ હોવાનું પણ જણાવ્યું હતું. ૨૮ મે ૨૦૦૮એ પોલીસે પુત્રીની હત્યાના આરોપમાં રાજેશ તલવારની ધરપકડ કરી હતીં. ૩૧ મે ૨૦૦૮એ આરૂષિ-હેમરાજ હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી.

      તલવાર દંપત્ત્િ।એ ચુકાદાને લીધે જેલમાં સવારે નાસ્તો પણ કર્યો  ન હતો. તેઓ ચુકાદા માટે હાઈકોર્ટમાં નહીં આવે પરંતુ જેલમાં જ ટીવી મારફતે ચુકાદાથી માહિતગાર થશે. બંનેએ બપોરનું ભોજન પણ લીધુ ન હતું. જોકે કોર્ટમાં બંને જણાંના પરિવારના સભ્યો અને સગા ઉપસ્થિત રહ્યા હતાં. આ સાથે સીબીઆઈના અધિકારીઓ અને બંને પક્ષના વકીલો પણ ચુકાદા સમય હાજર રહ્યા હતાં. ચુકાદાની જાહેરાત કરતાં અગાઉ બંને ન્યાયમૂર્તિઓએ અંદરોઅંદર ચર્ચા પણ કરી હતી.

 (05:01 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો