Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

સરકારી જાહેરાતે Law Ministerને Low Minister બનાવી દીધા

શરમજનક છબરડો

<br />સરકારી જાહેરાતે Law Ministerને Low Minister બનાવી દીધા

      નવી દિલ્હી તા.૧૨ : શું તમે જાણો છો કે રવિ શંકર પ્રસાદ આપણા 'low' (હલકી કે નીચી ગુણવત્ત્।ાનું) મિનિસ્ટર છે? આ અમે નથી કહેતા, સરકારની જાહેરાત કહે છે. સરકારે નરેન્દ્ર મોદી IIT ગાંધીનગરના ઉદઘાટન સમારંભમાં આવ્યા હતા ત્યારે સરકારે એક જાહેરાત પબ્લિશ કરી હતી. કેમ્પસ ચાલુ થઈ ગયાના બે વર્ષ પછી તેનું ઉદઘાટન કરવાના કારણે પહેલેથી જ આ ઘટના ચર્ચામાં આવી હતી. આ કેમ્પસ સમર્પિત કરાયુ એ પહેલા અહીં ત્રણ કોન્વોકેશન યોજાઈ ગયા છે. હવે સરકારની આ ભૂલે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

      જાહેરાત છાપવાનું કામ સરકારે જે એડ એજન્સીને આપ્યું હતું તે એજન્સીએ પ્રકાશિત કરેલી જાહેરાતમાં રવિ શંકર પ્રસાદને 'low' મિનિસ્ટર તરીકે અને પ્રકાશ જાવડેકરને હ્યુમન રિસોર્સ (resourec) ડેવલપમેન્ટ મિનિસ્ટર તરીકે ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. law ઉપરાંત Resourceનાં સ્પેલિંગમાં પણ છબરડા છે. પ્રસાદ કેન્દ્ર સરકારનો 'law' અર્થાત્ કાયદા અને ન્યાય તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો પોર્ટફોલિયો સંભાળે છે. જાવડેકર હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર છે.એવી ચર્ચા છે કે છેલ્લી ઘડીએ જાહેરાત છપાવાની ઉતાવળ અને ચૂંટણી પહેલા IITમાં આ કાર્યક્રમ ગોઠવવાની ઉતાવળમાં આટલો મોટો છબરડો થઈ ગયો હતો. આ કારણે સરકારે ભારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવાનો વારો આવ્યો છે.

 (04:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો