Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

જાનના જોખમે ૭૬ દિવસમાં ૫૦૦ કિમી ચાલી વાઘણ

વાઘણની ચોંકાવનારી સ્ટોરી

<br /> જાનના જોખમે ૭૬ દિવસમાં ૫૦૦ કિમી ચાલી વાઘણ

      નાગપુર તા. ૧૨ : આ વાઘણની સ્ટોરી ચોંકાવનારી છે. તેનો એક શિકારી સતત પીછો કરી રહ્યો હતો. શિકારીને કડક આદેશ હતો કે જો વાઘણ હિંસક થઈ જાય કે પછી કોઈ વ્યકિતને પોતાનો શિકાર બનાવે તો તેને તે જ ઘડીએ ગોળી મારી દેવી. પોતાની ૫૦૦ કિલોમીટર લાંબી સફરમાં આ વાઘણે બે માણસ સહિત એક-બે પશુઓને શિકાર બનાવ્યા. તેના પર પણ જીવનું જોખમ હતું, તેમ છતાંય તે ૫૦૦ કિલોમીટર લાંબી સફર પૂરી કરી પોતાની મૂળ જગ્યાએ પાછી આવી ગઈ.

      હવે પશુપ્રેમીઓએ બોમ્બે હાઈકોર્ટમાં વાઘણને મારવાના સરકારના આદેશ વિરુદ્ઘ અપીલ કરી છે. હાઈકોર્ટમાં તેના પર દલીલો પૂરી થઈ ચૂકી છે. ગુરુવારે કોર્ટ ચુકાદો આપે તેવી શકયતા છે. દલીલમાં કહેવાયું છે કે, વાઘણે માણસનો શિકાર કર્યો છે. માટે તેને ગોળી મારી દેવી અથવા તો કેદ કરી લેવી.

      આ વાઘણને ૧૦ જુલાઈના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના દક્ષિણી બ્રહ્મપુરી વિસ્તારમાંથી પકડવામાં આવી હતી, અને ૨૯ જુલાઈના રોજ હિંગાની જિલ્લામાં આવેલા બોર ટાઈગર રિઝર્વમાં લવાઈ હતી, પરંતુ ત્યાં તે ટકી નહીં. આ વાઘણ બોર ટાઈગર રિઝર્વમાંથી નીકળી ગઈ છે તે અંગે જાણ થતાં જ ફોર્સટર્સની એક ટીમ તાત્કાલિક તેની પાછળ લગાવી દેવાઈ હતી. આ ટીમમાં એક કુશળ શિકારી પણ હતો. વાઘણના શરીર પર રેડિયો કોલર લાગેલું હતું, જે શિકારીને સતત તેનું લોકેશન આપી રહ્યું હતું.

      વાઘણ માટે ૫૦૦ કિમીની સફર ઘણી મુશ્કેલ હતી. ૭૬ દિવસમાં તેણે અનેક મેદાન, જંગલ, પહાડ, નદી-નાળાં, ઘાસના મેદાન વચ્ચેના દલદલ, રસ્તાઓ પણ પસાર કર્યા હતા. તેના રુટમાં ટ્રાફિકથી ધમધમતા રહેતા નેશનલ હાઈવે નં.૬દ્ગચ પણ તેણે પાર કર્યો હતો. આ કઠિન રસ્તા પર ચાલીને તે બ્રહ્મ પુરી પરત ફરી હતી. આ સફરમાં ભૂખ સંતોષવા તેણે પશુઓ, બે નાના શિકાર અને બે વ્યકિતઓને માર્યા હતા.

 (04:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો