Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

હાફિઝ સઇદ સામે પુરાવા નહીં મળે તો છોડી દઇશું: પાકિસ્તાની કોર્ટ

માત્ર અહેવાલને આધારે લાંબા સમય સુધી નજરકેદ હેઠળ ન રાખી શકાયઃ જજ

   લાહોર તા. ૧૨ : મુંબઈ હુમલાના સૂત્રધાર હાફિઝ સઇદ વિરુદ્ઘ પાકિસ્તાન સરકાર અગર કોઇ પુરાવા રજૂ નહીં કરે તો એની નજરકેદની સજા રદ કરવામાં આવશે એવી પાકિસ્તાનની ટોચની અદાલતે ચેતવણી આપી હતી. જમાત-ઉદ્-દાવાના વડા સઇદને જાન્યુઆરીની ૩૧મીથી નજરકેદમાં રાખવામાં આવ્યો છે.

   ધ લાહોર હાઇ કોર્ટ (એલએચસી) દ્વારા મંગળવારે તેની અટકાયત વિરૂદ્ઘ કરાયેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. આંતરિક બાબતો અંગેના સચિવ હાફિઝ અને અન્ય ચાર જણની અટકાયતના કેસ સંબંધી કેસના સંપૂર્ણ રેકોર્ડ સાથે કોર્ટમાં ઉપસ્થિત થનાર હતા.

   કોર્ટની કાર્યવાહી દરમિયાન આંતરિક બાબતો અંગેના સચિવની ગેરહાજરી જોતા રોષે ભરાયેલી હાઇ કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે માત્ર અખબારી કાતરણોના આધારે કોઇ પણ નાગરિકને વિસ્તારીત મુદત કરતાં વધુ સમય સુધી અટકાયતમાં રાખી શકાય નહીં.સરકારની વર્તણૂંક એમ સૂચવે છે કે અરજદારો વિરુદ્ઘ તેની પાસે પૂરતા પુરાવા નથી. એટલે કોર્ટ સમક્ષ પૂરતા પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો એની અટકાયત બાજુએ રાખીને તેને છોડી દેવામાં આવશે, એમ સઇદ મઝહર અલી અકબર નકવીએ જણાવ્યું હતું.

 (04:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો