Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

પૂ.મહંત સ્વામીનું અમેરિકાની સત્સંગ યાત્રા દરમિયાન ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા બહુમાન

BAPS દ્વારા કરાતી માનવ સેવાઓને ધ્યાને લઇ શ્રી દિલીપ ચૌહાણએ પ્રશસ્તિ પત્ર આપી કૃતજ્ઞતા વ્યકત કરી : BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, રોબિન્સવિલ્લે ન્યુજર્સી મુકામે યોજાયેલા સમારંભમાં હરિભકતો, સ્થાનિક ભારતીયો તથા અગ્રણીઓ ભાવવિભોર

પૂ.મહંત સ્વામીનું અમેરિકાની સત્સંગ યાત્રા દરમિયાન ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા બહુમાન

   (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી, તા. ૧રઃ  ભગવાન શ્રી સ્વામિનારાયણના ૬ ઠ્ઠા આદ્યાત્મિક વારસદાર પૂજય મહંત સ્વામીએ BAPS ની ધૂરા સંભાળ્યા બાદ પ્રથમ વખત અમેરિકામાં સત્સંગ પ્રચાર માટે ૩ મહિનાનો પ્રવાસ કર્યો હતો.

   આ પ્રવાસના અંતિમ દિવસોમાં એટલે કે ૧૭ સપ્ટે. ર૦૧૭ના રોજ ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા તેમને સર્ટિફિકેટ એનાયત કરાતી બહુમાન કરાયું હતું. BAPS  દ્વારા  વતી માનવ સેવા માટેની વિશ્વ વ્યાપ્ત પ્રવૃત્તિઓને ધ્યાને લઇ તેમજ નોર્થ અમેરિકામાં પ્રજાકીય કાર્યો માટે વિશિષ્ટ પ્રદાન બદલ આ સર્ટિફીકેટ અપાયુ હતું. જે નાસ્સા કાઉન્ટી માઇનોરીટી અફેર્સના ડેપ્યુટી કન્ટ્રોલર ઇન્ડિયન અમેરિકન શ્રી દિલીપ ચૌહાણએ આપી કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

   BAPS  શ્રી સ્વામિનારાયણ મંદિર, રોબિન્સવિલ્લે, ન્યુજર્સી મુકામે યોજાયેલા પૂજય મંહત સ્વામીના આ બહુમાન પ્રસંગે વિશાળ સંખ્યામાં હરિભકતો,કોમ્યુનીટી મેમ્બર્સ તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા. 

   પૂજય મહંત સ્વામીની નોર્થ અમેરિકાની ૩ મહિનાની સત્સંગ યાત્રા દરમિયાન તેમણે યુ.એસ.ના ૮ શહેરોની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત એટલાન્ટા, ટોરોન્ટો તથા સાન જોસ મુકામે આવેલા BAPSશ્રી સ્વામિનારાયણ મંદિરના ૧૦માં વાર્ષિક પાટોત્સવમાં હાજરી આપી હતી તથા રોમિન્સવિલ્લે ન્યુજર્સી સ્થિત મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અભિષેક મંડપમનું ઉદ્ઘાટન કર્યુ હતું. ઉપરાંત બાળકો, યુવાનો તથા મહિલાઓ માટેના ખાસ દિવસોના આયોજનો કરી સત્સંગનો લાભ આપ્યો હતો તેવું શ્રી રોઝ ન્યુયોર્કની યાદી જણાવે છે.

 (04:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો