Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

જીઓને ટકકર આપશે એરટેલઃ ૧૩૯૯ રૂ.માં 4G સ્માર્ટફોન

<br />જીઓને ટકકર આપશે એરટેલઃ ૧૩૯૯ રૂ.માં 4G સ્માર્ટફોન

      નવી દિલ્હી તા. ૧રઃ સૌને પરવડે એવા 4G સ્માર્ટફોન તરીકે જીઓએ શૂન્ય રૂપિયાની ઇફેકિટવ કિંમત સાથે માર્કેટિંગ કર્યું હતું, જયારે એરટેલે હવે કાર્બન સાથે હાથ મિલાવ્યા છે અને કાર્બન  A40 લોન્ચ કર્યો છે. એની ઇફેકિટવ કિંમત ૧૩૯૯ રૂપિયા હશે. એરટેલે 'માય ફર્સ્ટ સ્માર્ટફોન'ના નામે માર્કેટિંગ શરૂ કર્યું છે. જુલાઇમાં લોન્ચ કરવામાં આવેલા કાર્બન A40 ની કિંમત હકીકતમાં ૩૪૯૯ રૂપિયા છે, પરંતુ એરટેલના નેટવર્ક સાથે એ ૧૩૯૯ રૂપિયાની ઇફેકિટવ કિંમતમાં પડશે. આ માટે ગ્રાહકોએ પહેલાં ર૮૯૯ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરવું પડશે. ત્યારબાદ તેમણે ત્રણ વર્ષ સુધી અમુક રકમનું મિનિમમ રીચાર્જ કરાવવું પડશે. ત્રણ વર્ષ પૂરા થયા પછી તેમને ૧પ૦૦ રૂપિયા કેશ પાછી મળી શકશે. ડાઉન પેમેન્ટમાંથી કેશબેક બાદ કરતાં ગ્રાહકને એ ૧૩૯૯ રૂપિયામાં પડશે. એરટેલનો દાવો છે કે કેશબેક મેળવ્યા પછી પણ તેમને માર્બન A40 સ્માર્ટફોનનો હેન્ડસેટ પાછો નહીં આપવો પડે. આ ફોનમાં તેઓ ગૂગલ પ્લે-સ્ટોર પરથી ઘણી ઓપ્લિકેશન્સ વાપરી શકશે જે જીઓના ફોનમાં શકય નથી.

       

 (04:05 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો